________________
આલોચના કરનારે માયા અને માનનો ત્યાગ કરીને જેવું બન્યું હોય તેવું ગુરુ આગળ પ્રકાશવું જોઈએ.
જે વિધિપૂર્વક આલોચના કરે છે તે નિઃશલ્ય થાય છે! (માયાશલ્ય, નિયાણુંશલ્ય, મિથ્યાત્વશલ્ય).
પ્રશસ્ત ક્ષેત્રો, તિથિઓ ક પ્રશસ્ત ૬ ક્ષેત્રો:
૧. શેરડીનું વન, ૨. ડાંગરનું વન, ૩. પદ્મ સરોવર, ૪. ખીલેલાં ફૂલોવાળો વનખંડ, ૫. ગંભીર અને અવાજ કરતા દક્ષિણાવર્ત પાણીવાળું સરોવર, ૬. જિનેશ્વર ભગવંતનું દેરાસર. આ ક્ષેત્રમાં આગમ સૂત્રોનું અધ્યયનાદિ કરી શકાય છે.
દિશા આગમનું અધ્યયન, સ્વાધ્યાય કરવાનો હોય ત્યારે પૂર્વ દિશા, ઉત્તર દિશા કે જે દિશામાં તીર્થકર ભગવંત હોય તે દિશા અને જે દિશામાં જિનેશ્વર ભગવંતનું દેરાસર હોય તે દિશા પ્રશસ્ત છે. આ દિશા સન્મુખ રહીને અધ્યયન કરવું જોઈએ.
વાંચના આપનારે દિશા સન્મુખ રહી વાચના આપવાની. વાંચના લેનાર, વાંચના આપનારની સન્મુખ રહી વાંચના લે.
જ્યારે સ્વાધ્યાય મંડલીમાં કરવાનો હોય ત્યારે સ્વાધ્યાય કરાવનાર દિશા સન્મુખ રહે અને બાકીના મંડલાકારે બેસી સ્વાધ્યાય કરે.
કાળ: દિવસનો અને રાત્રીનો પહેલો અને છેલ્લો પ્રહર અતઃ દિવસના બે અને રાત્રિના બે કુલ ૪ પ્રહરમાં ગ્રંથ કંઠસ્થ કરવાનો નિયમ છે. ચૂર્ણિકાર મહર્ષિના જણાવ્યા મુજબ દિશા તથા કાળ કહેવાયો છે.
તિથિઓ ઃ એકમ, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગિયારશ, તેરસે આગમની વાંચનાનો પ્રારંભ થાય.
ચોદશ, પૂનમ, અમાસ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસની તિથિઓએ વાંચના ના અપાય.