________________
ગદ્ય 1 તિથિઃ? વુિં નહિ”?
આજે કઈ તિથિ છે? આજે કલ્યાણક આદિ શું છે? “શ્રી શ્રાદ્ધવિધિ' ગ્રંથરત્નમાં જણાવ્યું છે કે, સવારે શ્રાવક આ વિચારે.
પર્વ તિથિઓનું પાલન મહાફળને આપનારું છે. કારણ કે, એથી શુભ આયુષ્યનો બંધ થવો વગેરે લાભ થાય છે.
શ્રી ગૌતમસ્વામીએ ભગવાન ને પૂછ્યું: ભગવાન! બીજ વગેરે પાંચે તિથિમાં કરેલા ધર્માનુષ્ઠાનનું ફળ શું?
હે ગૌતમ! ઘણું ફળ થાય છે. આ તિથિઓમાં જીવ પ્રાયઃ કરીને પરભવનું આયુષ્ય ઉપાર્જે છે.
પૂનમ, અમાસ પક્ષ-સંધિની અને માસ-સંધિની તિથિઓ છે. તેમજ ત્રણ ચોમાસી પૂનમ આવે છે; માટે પૂનમ ક્યારે છે તે પણ જાણવું જરૂરી છે.
પ્રભુની જે રોજ પૂજા કરતો હોય તેમણે પાંચે કલ્યાણકોની તિથિનું જ્ઞાન રાખવું જરૂરી છે. જે ગામમાં રહેતો હોય તે ગામનાં મંદિરમાં જે મૂળનાયક હોય તે ભગવાનનાં કલ્યાણકોની તિથિનું જ્ઞાન પણ જરૂરી બને છે.
પંચાગ કોને કહેવાય? તિથિ-નક્ષત્ર-કરણ-યોગ અને વાર. આ પાંચ અંગ જેમાં આવે તે પંચાંગ.
શ્રોતા પહેલા નંબરે આલોચના કરીને વિશુદ્ધ બને અને બીજા નંબરે તે વિનીત જોઈએ.
વિનીત શ્રોતા કોને કહેવાય? જેમાં નીચેની ૭ યોગ્યતા હોય.
૧. ગુરુ પ્રત્યે અનુરાગી, ૨. ગુરુ પ્રત્યે ભકિતવાળો, ૩. ગુરુનો કયારેય ત્યાગ ન કરે તેવો, ૪. ગુરુને અનુસરનારો, ૫. વિશેષજ્ઞ હોય, ૬. ઉદ્યમશીલ હોય, ૭. કયારેય કંટાળે નહી તેવો હોય.
ત્રીજા નંબરે – વાંચનાને અનુકૂળ ક્ષેત્ર હોય. ચોથા નંબરે - દિશા અનુકૂળ હોય. પાંચમા નંબરે - કાળ અનશન હોય.