________________
>>>
ચરણકરણાનુયોગ : આચારાંગજી આગમ-ચારિત્ર અંગેની ક્રિયા, ચારિત્રની સાધના અને આરાધનાનું વિસ્તારથી વર્ણન.
દ્રવ્યાનુયોગ : સૂયગડાંગજી આગમમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. દ્રવ્યની વ્યાખ્યા-વિશ્વનાં છ દ્રવ્યો.
અન્ય દર્શનોની એકાંત દૃષ્ટિ, ખંડન, અપૂર્ણતા, ન્યૂનતા. જૈનદર્શનની હિતકારીતા, મિથ્યાત્વને ઓગાળે છે.
ગણિતાનુયોગ : ચંદ્રજ્ઞપ્તિ, સૂર્યજ્ઞપ્તિ, જયોતિષ કદંડક ગ્રંથોમાં ગણિતની પ્રધાનતા છે.
* ધર્મકથાનુયોગ : જ્ઞાન ધર્મકથા-ઉપાસક દશાંગ ગ્રંથોમાં ધર્મકથાઓ છે. ચારેય અનુયોગોમાં શ્રદ્ધાની સ્થિરતા માટે દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. આરાધના, સાધના માટે ચરણકરણાનુયોગના આગમો ઉપયોગી છે. વિશ્વના પદાર્થોની ઓળખ માટે ગણિતાનુયોગના આગમો અને આરાધનામાં ઉત્સાહ લાવવા માટે ધર્મકથાનુયોગની આવશ્યકતા છે. ૧૨ અંગો : તીર્થંકરો અને ગણધરોનો મહાન ઉપકાર...
(૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી સૂત્ર (૬) જ્ઞાત ધર્મકથા (૭) ઉપાસક દશાંગ (૮) અંતગડ દશાંગ (૯) અનુત્તરો વવાઈ દશાંગ (૧૦) વિપાક સૂત્ર (૧૧) પ્રશ્ન વ્યાકરણ (૧૨) દૃષ્ટિવાદ.
****************** 899 ******************