________________
દિવસે તથા રાત્રે મીન'ના પચ્ચખ્ખાણ
લેવાની બુદ્ધિ મળો.. દ્રવ્યથી, ઘરમાં, ઑફિસે કે દુકાનમાં, જે સ્થાન હોય તેટલાં બધાં સ્થાનનો આરંભ-સમારંભનો આગાર (છૂટ) રાખી, “સંવર' ભાવવાથી બાકીના ૧૪ રાજલોકની થતી ક્રિયાઓની હિંસા-પાપ આદિથી અટકી જવાય છે. તે કરવાને શક્તિ પ્રાપ્ત હજો..
ક્ષેત્રથી દૃષ્ટિ પહોંચી શકે ત્યાં સુધીનો આગાર, તે સિવાયના પત્યાખ્યાન..
કાળથી પાંચ (૫) નવકાર મંત્ર ગણીને પાછું નહીં ત્યાં સુધીના પ્રત્યાખ્યાન ભાવથી ઉપયોગ સહિત પાંચ આશ્રવો
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ સેવવાનાં પ્રત્યાખ્યાન લેતાં લેતાં
તસ ભંતે પડિક્કમામિ. અપ્રાણ વોસિરામિ... અંત સમયે, હે પ્રભુ, વહેલી તકે સંસારમાંથી મુક્તિ મળે,
ચારિત્ર માર્ગનો સ્વીકાર કરું સુદેવ, સુગુરૂ, સુધર્મ, બોધિબીજની પ્રાપ્તિ થાઓ.
કર્મનો ક્ષય, ભવ નિર્વેદ અને સમાધિ મરણ પ્રાપ્ત થાય
મારા મરણ સમયે મારા થકીનાં સર્વ પુદ્ગલો વોસિરાઉં છું ત્રિવધે, ત્રિવધે
વોસિરામિ. વોસિરામિ... વોસિરામિ...