________________
પૂ.આ.શ્રી શીલાંકસૂરિજી મહારાજે મૂળ સૂત્ર અને નિર્યુક્તિ બંનેના અર્થોને વિસ્તારથી સમજાવવા માટે સંસ્કૃત ટીકાની રચના કરી છે.
મૂળ આગમના મહાન અર્થને પામવા ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકાનો સહારો લેવો અનિવાર્ય બને છે. આ ચાર સાથેના મૂળ ગ્રંથને પંચાગી કહેવાય છે! આપણે પંચાગીનાં આરાધક છીએ.
તીર્થકરો અને ગણધરોનો મહાન ઉપકર : શ્રી આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુતરોવવાઈ દશાંગ, વિપાકસૂત્ર, પ્રશ્નવ્યાકરણ, દૃષ્ટિવાદ.
આલોયણા-આલોચના : શુદ્ધિકરણ માટેનું પ્રાયશ્ચિત્ત.
જમવા માટે વાનગી ખૂબ સરસ બનાવી હોય પણ થાળી એંઠવાડવાળી હોય અને પીરસો તો સામેવાળો ખાય કઈ રીતે? ચારે બાજુ એંઠવાડ પડ્યો હોય તો બેસનાર ને બેસવું પણ ન ફાવે, ખાવું પણ ન ફાવે.
આ જ રીતે આજ સુધી કરેલા પાપોનો અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી, ગુરુ પાસે એકરાર કરી, ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાના આત્માની શુદ્ધિ કરીએ નહીં તો પરિણામ ન પામીએ.
ઈહાભિમુખ્યન ગુરુઃ આત્મદોષ પ્રકાશનમ્ આલોચના' પ્રસ્તુત વિષયમાં ગુરુની સન્મુખ પોતાના દોષોનું પ્રકાશન કરવું તે આલોચના છે.
બહાર જઈને આવીએ એટલે ઈરિયાવહિ કરવી જ જોઈએ. આલોચનાનો ભાવ હોય, એ માટેનો પ્રયત્ન પણ આરંભ્યો હોય અને આલોચના લે એ પહેલાં આયુષ્ય પૂરું થવાથી જીવ મરી જાય તો પણ તે આરાધક જ થાય છે, એમ “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં જણાવ્યું છે. (પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ)
જહ બોલો જંપતો, કક્સમકક્કે ચ ઉજ્જય ભણઈ,
તે તહ આલોઈજ્જા, માયામયવિષ્પ મુક્કોય. જેમ બાળક બોલતાં બોલતાં કાર્ય-અનાર્ય બધું જ સરળતાથી કહે છે તેમ =================K ૪૧૪ -KNEF==============