________________
પુણિયા શ્રાવકનો સંવેગ કેટલો તીવ્ર હશે? સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક!
આ પંકિત પુણિયા શ્રાવકના જીવનમાં ધબકતી દેખાય છે! જ અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ના પ્રગટે.
અનાદિકાળનું મિથ્યાત્વ અને મિથ્યામતની વાસનાઓ કબજો જમાવીને બેઠી છે. માત્ર સાંભળ્યું કામનું નહીં, સાંભળેલું હૈયે સ્પર્શ એ જ કામનું. સુણી સુણીને ફૂટ્યાં કાન તોય ન લાધ્યું બ્રહ્મજ્ઞાન.
આ જન્મ પૂર્વે અનેકવાર સાંભળ્યું હશે, અધ્યયન પણ કર્યું હશે, અધ્યાપન પણ કર્યું હશે, આચાર્યો અને સાક્ષાત્ તીર્થકરોના પાવન મુખે પણ સાંભળ્યું હશે. છતાં મોહ ના ઓળખાયો, મિથ્યામતો ના ઓળખાયા. ચિત્તમાં ભગવાનને સ્થાપન જ ના કર્યા.
વિવેક આદિ દર્શનવાદની ચર્ચા
શ્રી સૂયગડાંગ સૂત્ર (સૂત્ર કૃતાંગ સૂત્ર) દર્શનવાદની ચર્ચા. આત્મા બંધનોથી કેમ બંધાય છે? સૂયગડાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધો : ૧. ‘ગાથા ષોડશ ૧૬ અધ્યયનો, કુલ ૨૬ ઉદેશાઓ છે. ૨. શ્રુતસ્કંધમાં ૭ અધ્યયનો છે. દ્રવ્યાનુયોગનો મુખ્ય અધિકાર સૂયગડાંગ સૂત્રમાં છે. આ મહાન આગમ ગ્રંથ સમ્યગુદર્શનની વિશુદ્ધિ કરનાર છે.
बुज्झिज्ज किट्टिज्जा, बधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो किं वा जाणं किट्टई ।। સુધર્માસ્વામી : બોધ પામ! બંધનને ચારે બાજુથી જાણ! બંધનને તોડી નાખ? જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે?
સૂયંગડાંગ સૂત્રનાં ગંભીર અર્થોનું પ્રકાશન ચૌદ પૂર્વધારી યુગપ્રધાન પૂ.આ. ભગવંત શ્રી ભદ્રબાહુવામીજી મહારાજે નિયુક્તિ ગ્રંથની રચના કરી છે. અને =================K ૪૧૩ -KNEF==============