________________
રૂપિયાની થપ્પી ગણતો હોય ત્યારે પણ એને એમ થાય કે, નવકારવાળી કયારે ગણું? આ જ રટણ હોય! એને “આરાધના” બહુ જ ગમે. અનેકવાર કર્યા પછી પણ અસંતોષ રહે અને ફરી ફરીને વધુ કરવાનું મન થાય તે “પ્રિયધર્મી'.
જેને જેમાં રસ હોય તે ગમે. પૈસામાં રસ હોય તેને મણની સંભળાવે તોય ખોટું ના લાગે. શિયાળાની મધરાતે પણ ફરે, મૂશળધાર વર્ષામાંય ફરે જો એનાથી પૈસા મળે તો.. લક્ષ્ય “પૈસા”નું છે. જો ધર્મનું લક્ષ્ય' થઈ જાય તો "ધર્મ” જ ગમે.
મહારાજ સાહેબને પૂછીએ “સ્વામી શાતા છે જી?” તો શું જવાબ આપે? દેવ-ગુરુ પસાય!” - સાધુપણા જેવી નિબંધ' અવસ્થા સંસારમાં કયાંય નથી. માટે જ ચક્રવર્તીઓ, રાજવીઓ, ધન્નાજી, શાલિભદ્રજી જેવા ગર્ભશ્રીમંતોએ સંસાર ત્યાગ્યો.
અભવીની ધર્મસાધના આનાથી ત જુદી છે. ત્યાં મોક્ષનું લક્ષ્ય જ નથી. પ્રિયધર્મી, દઢધર્મીની ચતુર્ભગી બતાવવામાં આવી છે તેમાં પ્રિયધર્મી પણ હોય અને દૃઢધર્મી પણ હોય એ ત્રીજો ભાંગો સ્વીકાર્ય ગણ્યો છે, આગમની વાંચના યોગ્યતા માટે!
| પ્રિયધર્મી પુણિયા શ્રાવકને રાજા શ્રેણિક એક સામાયિકના બદલામાં આખું મગધ રાજય આપવા તૈયાર થયા હતા. જે રાજયમાં ધન્ના અને શાલિભદ્ર વસતા હતા. એક પાસે ચિંતામણિ રત્ન હતું. તો બીજાને ત્યાં દેવતાઓ રોજ ધનની ૯૯ પેટીઓ ઉતારતા. જે નગરીમાં ૯૯ કરોડ નગદ સોનૈયોના માલિક ઋષભદત્ત શ્રેષ્ઠિ વસતા હતા. જયાં ૫૦૦-૫૦૦ પત્નીના માલિક સુબાહુકુમાર વસતા હોય તે નગરીની સમૃદ્ધિની કલ્પના જ કરવાની રહી. આવી તો કેટલીય નગરીઓ મગધ રાજયમાં હતી.
“મહારાજ! એ શક્ય નથી કે મગધના સામ્રાજયના બદલામાં હું મારા સામાયિકની સમૃદ્ધિને વહેંચી શકું.” વિવેકપૂર્વક ના કહી. તમને શું વાંધો છે? શ્રેણિકે પૂછ્યું.
મહારાજ! રાજ્ય નરાકાન્તમ્ સામાયિકમ્ તુ મોક્ષાત્તમ્ રાજયનું ફળ નરક છે જ્યારે સામાયિકનું ફળ મોક્ષ છે. હું મોક્ષને વેંચી નરકની ખરીદી કઈ રીતે કરું? ===================K ૪૧૨ >kkkkkkkkkkkkkkkkk