________________
કામદેવ શ્રાવકને ધર્મસાધનામાં દેવકૃત ઉપસર્ગ આવ્યો. દેવે પિશાચ, હાથી અને સર્પનું વૈક્રિય રૂપ કરી ધર્મ શ્રદ્ધાથી વિચલિત કરવા પ્રયત્નો કર્યા, પણ દેવ સફળ થયો નહી. કામદેવ પ્રિયધર્મી અને દઢધર્મી શ્રાવક હતાં. ખુદ મહાવીર ભગવાનના મુખે એમની પ્રશંસા થતી.
ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક અને સકડાલપુત્ર ચારેયને દેવકૃત ઉપસર્ગ આવ્યા હતા. દેવે ક્રમશઃ ત્રણ પુત્રવધ કર્યા ત્યાં સુધી શ્રાવકો ચલિત થયા નથી.
ચુલની પિતાને એના માતૃવધની ધમકી દીધી અને તેથી ચલિત થઈને વ્રતભંગ થયો. માતાએ પ્રેરણા આપી પ્રાયશ્ચિત કરાવ્યું.
કંડકૌલિકની શ્રદ્ધા સમજણ સહ હોવાથી દેવના વિકૃત કથનથી ચલિત ન થયા. નિયતિવાદનું યુક્તિપૂર્વક ખંડન કરી દેવને નિરૂત્તર કર્યા. * ઉત્કૃષ્ટ પ્રકારનાં શ્રાવકોની પ્રતિમાઓ : ૧. પ્રથમ ૬ આગાર રહિત તથા શંકા કક્ષાદિ ૫ અતિચાર રહિત સમ્યકત્વ નામની
પહેલી પ્રતિમા એક માસ સુધી ધારણ કરે. ૨. પૂર્વની પ્રથમ પ્રતિમાની) સહિત ૧૨ વ્રતના પાલનરૂપ બીજી પ્રતિમા ર માસ
ધારણ કરે. ૩. પૂર્વની ક્રિયા સહિત સામાયિક નામની ત્રીજી પ્રતિમા ૩ માસ ધારણ કરે. ૪. પૂર્વની ક્રિયા સહિત ૪ માસ સુધી પર્વણીએ પૌષધ નામની પ્રતિમા ધારણ કરે.
(પર્વણી–અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા-આ ચાર પર્વણી) પ. પૂર્વની ક્રિયા સહિત ૫ માસ સુધી ચારે પર્વણીના પૌષધમાં રાત્રીના ચારેય
પ્રહર કાયોત્સર્ગ રહી કાયોત્સર્ગ નામની પાંચમી પ્રતિમા ધારણ કરે. ૬. પૂર્વની ક્રિયા સહિત ૬ માસ અતિચાર દોષ રહિત બ્રહ્મચર્યનું પાલન તે છઠ્ઠી
પ્રતિમા. ૭. પૂર્વની ક્રિયા સહિત ૭ માસ સચિત્તનું વર્જન કરવા રૂપ સાતમી પ્રતિમા સચિત્ત
વર્જન.