________________
***
દેહને ટકાવવો એટલો જ હોવાથી આહારમાં અનાસક્ત ભાવ ટકાવવાનું આ એક ઉત્તમ ઉદહારણ ગણાય છે!
܀
૧૦૦૦ વર્ષની તપ-સંયમની સાધનાનું ફળ ત્રણ દિવસમાં, ભોગાસક્તિમાં એક થઈ કંડરિક મુનિએ ગુમાવ્યું અને સાતમી નકે; અને સંસારથી ઉદાસીન એવા એના ભાઈ પુંડરિક રાજા ત્રણ દિવસમાં દીક્ષાનો વેશ ધારણ કરી સર્વાર્થસિદ્ધવાસી થઈ ગયા.
બંને ભાઈઓની અંત સમયે શારીરિક વેદના સમાન હોવા છતાં, બીજા ભવમાં ૩૩ સાગરોપમની સમાન સ્થિતિ હોવા છતાં, આત્મ પરિણામ અનુસાર જીવોની ગતિ, ઉત્ત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે!
‘આગમ'નાં ઉદાહરણો : (સાતમું ઉપાસક દશાંગ સૂત્ર)
મહાવીર ભગવાનનાં એક લાખ ઓગણસાઠ હજા૨ (૧,૫૯,૦૦૦) ઉત્કૃષ્ટ શ્રાવકોમાં સર્વેશ્રેષ્ઠ ૧૦ શ્રાવકો હતા. દશે શ્રાવકે ૧૨ વ્રત, ૧૧ પ્રતિમાનું પાલન કર્યું. ૨૦ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું. તેમાં છેલ્લાં ૬ વર્ષ ગૃહસ્થ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ આત્મસાધના કરી. અંતે ૧ માસનો સંથારો કરી સમાધિમરણ થયું. પ્રથમ દેવલોક ગમન, ત્યાં ૪ પલ્યોપમનું આયુષ્ય, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ અને ત્યાંથી સિદ્ધ થશે.
૧૦ શ્રાવકો : આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સકડાલ પુત્ર, મહાશતક, નંદિની પિતા, શાલિહી પિતા.
આનંદ શ્રાવકની દૃઢતા, કામદેવની વ્રતની દૃઢતા, કુંડકોલિકની તત્ત્વની સમજણ, સકડાલપુત્રની સરળતા, મહાશતકની પત્નીનો પ્રતિકૂળ સંયોગ છતાં ધર્મોપાસનામાં દઢતા પ્રેરણાદાયી હતાં.
મુનિદર્શન માટેના ૫ અભિગમ : (Discipline)
સચિત ત્યાગ, અચિત્તનો વિવેક, મુખ પર રૂમાલ અથવા મુહપતી, હાથ જોડવા, મનની સ્થિરતા ધારણ કરવી.
****************** 382 ******************