________________
“દૃષ્ટિવાદ ભણાવું પણ સંસાર છોડવો પડે! સાધુપણું લેવું પડે, તારી તૈયારી છે?”
માએ કહ્યું હતું, ગુરુ જે કહે તે કરજે!
ગુરુએ પણ જોયું, આ છોકરો મોટો શ્રતધર બનશે. માટે વાર્તાલાપ કર્યો. સાધુવેશ ધારણ કર્યો, દીક્ષા લીધી.
આના પરિણામે સંઘ પર અતિ મહાન ઉપકાર થયો. જે આર્યરક્ષિતસૂરિ થયા.
આર્યરક્ષિતસૂરીએ, ૧. ચરણ કરણાનુયોગ, ૨. દ્રવ્યાનુયોગ, ૩. ધર્મકથાનુયોગ, ૪. ગણિતાનુયોગ, આગમોને (અનુયોગ-વ્યાખ્યા કે વ્યાખ્યાન) ચાર અનુયોગમાં વિભક્ત કરીને અલ્પ ક્ષયોપશમવાળા સાધકો માટે શ્રુતસાધના સરળ કરી આપી. આ કોઈ નાનો સૂનો ઉપકાર નથી! ઈ.સ.૧૯૨૯-૩૦ના સમયની વાત છે.
આગમ'નાં ઉદાહરણો
(જ્ઞાતા ધર્મકથા : છઠું અંગસૂત્ર) - ૩ અલગ અલગ ગતિમાં એક જ જીવાત્માનો મહાવીર પ્રભુ સાથે સંગમ થયો.
માનવનો ભવ : નંદ મણિયાર, સાંસારિક હેતુથી અઠ્ઠમ પૌષધ કર્યા. તિર્યંચનો ભવ : દેડકાનો. દેવનો ભવ : દુર્ધ્વરાંક દેવ.
તિર્યંચના ભવમાં પશ્ચાતાપ સાથેનું તપ અને ભગવાનના દર્શનની પ્રબળ ઈચ્છા વડે સદ્ગુરુ રૂપ ભગવાન મળ્યા. દેવનો ભવ પ્રાપ્ત થયો. શ્રાવક નંદ મણિયારે ભ.મહાવીર સ્વામીના ઉપદેશથી સમકિત પ્રાપ્ત કર્યું હતું. એક વખત ચૌદસના પ્રતિક્રમણ બાદ શ્રાવક રાત્રે ધર્મધ્યાન કરતા હતા તે સમયે તરસને કારણે આર્તધ્યાન કર્યું. સવારે અનેક જીવોને પાણીનો વિરહ છૂપાવવા કૂવા, વાવ, તળાવ બનાવવાનું શરૂ કર્યું. રાગદશાને કારણે કૂવામાં દેડકો થયા. * અનિવાર્ય સંજોગોમાં પોતાના પ્રાણ બચાવવા ધના સાર્થવાહે પોતાની જ
પુત્રીનું માંસ-રૂધિર પકાવી આહાર કર્યો હતો. તેમ છતાં તેની પાછળનો હેતુ =================K ૩૪૭ -KNEF==============