________________
૧૪ વિદ્યા ભણીને આવ્યા હતા તેના નામો : શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરૂક્ત, ઋક્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ, મીમાંસા, જ્ઞાન વિસ્તાર, ધર્મશાસ્ત્ર, પુરાણ. આ વિદ્યાઓ કદાચ મિથ્યાત્વવર્ધક હશે પણ નાસ્તિકતાપોષક તો ન જ હતી.
માએ કહ્યું, તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય. પણ મા, એ મને કોણ ભણાવે?
“તારા મામા દીક્ષિત થયેલા છે. આર્ય તોસલી પુત્ર તેમનું નામ છે. એમની પાસે જા. એ તને દૃષ્ટિવાદ ભણાવશે. એટલું ધ્યાન રાખજે, એ તને જે કહે કે તું કરજે. આર્યરક્ષિત સમજી ગયા. ઘરમાં પિતા, સૌ સ્વજનો વેદિક માર્ગના અનુયાયી અને મા જૈન ધર્મનાં-સમ્યગ્દષ્ટિ હતાં. વિબોને પોતે જોયાં છતાં મા પ્રત્યેનું અપૂર્વ વાત્સલ્ય હોવાથી બધું સહન કરવા તૈયાર થઈ બીજી જ વહેલી સવારે ત્યાં તોસલી પુત્ર' ગુરુ પાસે જવા નીકળી પડ્યા.
યાદ રહે, રાજાનું માન-પાન ઠુકરાવ્યું, પિતાની તથા સ્વજનોની ધમકીઓ સહન કરી. મા કહે એ જ સાચું એવી શ્રદ્ધા પણ હતી.
રસ્તામાં મામા મહારાજને મળવા જતાં એક ઓળખીતા સ્વજન મળ્યા. “આ શેરડી તમારા માટે ભેટ ધરવા લાવ્યો છું.” સાડા નવ સાંઠા હતાં. દૃષ્ટિવાદનાં સાડા નવ ભાગ જ્ઞાન પ્રાપ્ત થવાનું હતું એવો સંકેત મળ્યો
“ઈશુવાટક શેરડીના વાડામાં તોસલી પુત્રી મહારાજ ઉતર્યા હતા ત્યાં ગયા. વિધિ ખબર નહોતી કે કેમ વંદન આદિ કરવા. બહાર ઊભા રહ્યા ત્યાં એક “ઢઢર' નામે શ્રાવક આવ્યા. માથે પાઘડી, ખભે ખેસ. ઉપાશ્રયનાં દ્વારે ત્રણ ‘નિસીહિ' બોલી અંદર ગયા. ઈરીયાવહી કરીને ગુરુ ભગવંતને દ્વાદશાવર્ત વંદન કર્યું અને ગુરુની રજા લઈ બેઠા.
એક જ વાર નિરિક્ષણ કરી આર્યરક્ષિત અંદર એ જ રીતે વિધિ કરી પણ સભાને પ્રણામ ન કર્યા અને બેઠા. “ભગવંત, મને શ્રાવકપણું હમણાં જ પરિણામ પામ્યું છે. હું રુસોમાનો પુત્ર દૃષ્ટિવાદ ભણવા તમારી પાસે આવ્યો છું.' =================K ૩૪૬ -KNEF==============