________________
**
વ્યવ્હારથી સમ્યગ્દર્શન પામી પછી નિશ્ચયથી પામવાનું છે. સુદેવ, સુગુરુ, સુધર્મને ભગવાન, ગુરુ અને ધર્મ તરીકે સ્વીકારવા તે વ્યવહારથી સમ્યગ્દર્શન! પ્રભુના વચન પર અકાટ્ય શ્રદ્ધા, કયાંય શંકાનું નામ નિશાન નહીં. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ઉભરાતું બહુમાન.
>>>
સાચા છે વીતરાગ, સાચી છે વાણી, આધાર છે આજ્ઞા, બાકી ધૂળધાણી. પૂ.આ.શ્રી. આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજનું જીવન વૃતાંત :
બ્રાહ્મણ કુળમાં જન્મ. દશપુરનગરમાં રહેતું તેમનું આખુંય કુંટુંબ વૈદિક ધર્મમાં માનતું હતું. તેમની માતા ‘રુદ્રસોમા’ જિનમતનાં અનુયાયી અને પરમ શ્રાવિકા હતાં. ‘હિતોપદેશ ગ્રંથ’માં માતા રુદ્રસોમા વિષે :
રુદ્રસોમા વિશિષ્ટ શુભ કર્મોદય પરિણતિથી પૂર્વથી જ જીવ-અજીવાદિ પદાર્થને ભણેલી, પુણ્ય-પાપનું જ્ઞાન પામેલી; આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષાદિ તત્ત્વોનો વિચાર કરવામાં વિશારદ હતી. નિગ્રંથ પ્રવચનને વિશે સમ્યક્ પ્રકારે અર્થને પ્રાપ્ત કરેલ, અર્થને ગ્રહણ કરેલ. અસ્થિ-મજ્જામાં ધર્માનુરાગથી રંગાયેલી હતી. મોક્ષસુખની અભિલાષામાં કાળને પસાર કરતી હતી. પિતા સોમદેવે નાની ઉમરમાં આર્યરક્ષિતને કાશી ભણવા મોકલ્યા હતા. ભણી ગણી ૧૪ વિદ્યાનાં પારગામી બની યુવાન વયે વતનમાં પાછા ફર્યા. આખું નગર સ્વાગતમાં. રાજા દ્વારા રાજસભામાં
સન્માન.
આર્યરક્ષિતે પોતાની માતાને રાજસભામાં ના જોયા. મા પ્રત્યે તેમનું વાત્સલ્ય અનુપમ હતું. આખું નગર ને મારી મા કેમ ન આવી? ઘરે પાછા આવ્યા. મા સામાયિક અને સ્વાધ્યાયમાં લીન હતી. માને સામાયિકમાં અડાય નહિં. દૂરથી માના પગમાં માથું મૂકી નમસ્કાર.
‘મા, તને શું ન ગમ્યું ? આખું ગામ આવ્યું ને તું કેમ ના આવી?'
‘કેવળ હિંસામાં પ્રવર્તાવતી કુશાસ્ત્રના પરિશીલન રૂપ અને પરિણામે દુર્ગતિમાં
લઈ જનારી વિદ્યા ભણીને આવ્યો તે તારી માને કેમ ગમે ?’’
****************** 384 ******************