________________
***
એકવાર આંખ દુઃખવા આવી, સુજી ગઈ. અત્યંત પીડા થઈ. જુદા જુદા વૈદો રોગને કળી શક્યા નહીં. સાજો કરનારને પિતા અડધી મિલકત આપવા તૈયાર. માતા ખૂબ બેચેન. કોઈ દુઃખમાંથી છોડાવી શકે તેમ નહોતું. એ જ મારી અનાથતા. મને થયું કે દુઃખ નિવારણનાં કંઈક અન્ય સાધનો હોવા જોઈએ.
મારા દુ:ખોનું કારણ પૂર્વ કર્મો હોવા જોઈએ તેનું મને ભાન થયું. એક શ્રમણે સમજાવ્યું, કર્મના હેતુને છોડ ક્ષમાથી કીર્તિને મેળવ, સુખી થઈશ. આવો સંકલ્પ કરી વિચારતાં વિચારતાં નિદ્રા આવી. વેદના શાંત થઈ રોગ ધીરે ધીરે જવા માંડ્યો.
મુનિએ કહ્યું, જિનેશ્વ૨ દેવનું શાસન જયવંતુ છે તેમના ઉપદેશમાં શ્રદ્ધા રાખ. આ જ કલ્યાણનો માર્ગ છે.
શ્રેણિકે આ સાંભળી બૌદ્ધ ધર્મનો ત્યાગ કરી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. મુનિવરોના સંગથી, ઉપદેશથી સકિત મળી શકે છે, દૃઢ પણ થાય છે. હાલરડું અને માતાઓ
હાલરડામાંય પરમ પદની યાદ આપતી માતાઓ : * અનસુયા હાલરડું ગાય છે :
શુદ્ધોઽસિ, બુદ્ધોઽસિ, સંસારમાયા પરિવર્જિતોઽસિ. ‘તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું સંસારની માયાથી રહિત છે!’ * માતા મદાલસા - કુરુ યત્નમ્ અજન્મનિ.
ફરીથી જન્મ જ લેવો ન પડે તેવા પરમપદની મહેનત કરજે.
܀
રાજાનાં માથાનાં વાળ ઓળતી વખતે રાણી કહી રહી છે. ‘રાજ! દૂત આવ્યો.’ રાજા ચકળવકળ નજરે જુએ છે પણ દૂત દેખાતો નથી. ત્યારે રાણી રાજાના માથામાંથી સફેદ વાળ કાઢીને રાજાનાં હાથમાં મૂકે છે. ‘આ રહ્યો દૂત !' અને સફેદ વાળે રાજામાં પરિવર્તન કર્યું. સાધુતાની સાધના કરવા નીકળી પડ્યો. ૧૨ વ્રતો ઉચ્ચરતાં પહેલાં સૌ પ્રથમ સમ્યગ્દર્શન ઉચ્ચરવું જરૂરી છે. ઉપધાન કરો, દીક્ષા લો કે ચતુર્થ વ્રત ઉચ્ચરો, સૌ પ્રથમ સમકિત તો ઉચ્ચરવું જ પડે. સમકિત ઉચ્ચર્યા વિના જિનશાસનમાં પ્રવેશ મળતો નથી.
****************** 388 ******************