________________
>>>>
શ્રેણિક રાજાને સમ્યક્ત્વતી પ્રાપ્તિ
રાજગૃહી નગરીમાં મંડિતકુક્ષિ નામે મનોહ૨ ઉદ્યાન એ મગધના રાજા શ્રેણિકનું પ્રિય ઉદ્યાન.
દૂર વૃક્ષ નીચે યુવાન મુનિને સુખાસને સ્થિર બેઠેલા જોયા. મુખ પરનું તેજ કંઈક અગમ્ય હતું. શ્રેણિક રાજા ત્રણ પ્રદક્ષિણા કરીને નમ્ર ભાવે ઊભા રહ્યા. ધ્યાન પૂરું થતાં મુનિએ જોયા. ધર્મલાભ કહ્યું! શ્રેણિકે પ્રશ્ન પૂછવા રજા માંગી.
મુનિએ કહ્યું, વાતો બે પ્રકારની, સદોષ અને નિર્દોષ.
સદોષ ઃ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા, રાજકથાની વાતો.
નિર્દોષ ઃ જ્ઞાનની વૃદ્ધિ થાય, શ્રદ્ધાની પુષ્ટિ થાય તેવી વાતો પૂછવી હોય તો
::
પૂછો.
શ્રેણિકે પૂછ્યું, ક્યા એવા બળવાન કારણે તમને ત્યાગ માર્ગ તરફ આકર્ષ્યા ? મુનિએ કહ્યું, હું અનાથ હતો માટે સંયમ માર્ગ ગ્રહણ કર્યો છે. શ્રેણિક : હું તમારો નાથ થવા તૈયાર છું, રાજમહેલમાં પધારો.
મુનિ : જે તમારા અધિકારમાં નથી તે તમે ક્યાંથી આપી શકશો ? તમે પોતે જ અનાથ છો. ચંદ્ર ઉષ્ણતાને આપી શકે છે? સૂર્ય શીતળતાને આપી શકે છે?
શ્રેણિક : હું અંગ અને મગધનો મહારાજા શ્રેણિક છું. મારા તાબામાં હજારો કસ્બાઓ, લાખો ગામ છે. હજારો હાથી-ઘોડા, અસંખ્ય સુભટો ને રથોનો સ્વામી, રૂપાળી ૨મણીઓથી ભરેલું અંતઃપુર, ૫૦૦ મંત્રીઓ છે.
મુનિ : હું જાણું છું. માટે જ કહું છું કે તું અનાથ છે.
શ્રેણિક : આમ મૃષાવચન ઉચ્ચો જ નહીં. મને કહો, હું અનાથ કઈ રીતે ?
મુનિ : મારા પૂર્વ ભવનો કેટલોક ભાગ જણાવું જેનાથી તને સમજાશે. છઠ્ઠા તીર્થંક૨ પદ્મપ્રભુથી પાવન કૌશાંબી નગરીમાં મારા માતા-પિતા રહેતાં હતાં. પ્રભૂર્ત ધનસંચય હતો. હું લાડકવાયો પુત્ર હતો. મોટો થતાં કુલવતી સુંદર લલના સાથે લગ્ન થયેલ. ખૂબ લહેરથી જીવન જીવતો હતો.
****************** 383 ******************