________________
ઋષભદેવની સાધનાનો સર્વોચ્ચ તબક્કો જીવા વેદ્યનાં નવમાં ભવથી શરૂ થયો. પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી. ક્રિયાનાં દઢ સેવનથી ગુણો આત્મસાત થાય છે. ધર્મ આત્મામાં વણાઈ જવો જોઈએ. ઋષભદેવનો જીવ વજનાભ ચક્રવર્તી તરીકે જન્મે છે તે ભવમાં આગળ જતાં શ્રેયાંસકુમારનો જીવ સારથિ બન્યો છે. વજનાભનાં પિતાનો જીવ વજસેન તીર્થકરનો જીવ છે અને આમ તેઓ તીર્થકરનાં પુત્ર તરીકે જન્મ્યા છે. બ્રાહ્મી અને સુંદરીના આત્માએ પીઠ અને મહાપીઠ મુનિના ભાવમાં થોડી ભૂલને કારણે સ્ત્રીવેદ બાંધ્યો.
આ આખુંય વિવેચન જીવનમાં ખૂબજ અગત્યના પાસાઓ પર અતિ મહત્ત્વનો પ્રકાશ પાડે છે. ઉત્તમોત્તમ મહાપુરુષોનાં જીવન ચરિત્રોનો ઈતિહાસ, સંસારી જીવનનાં દોષરૂપ ગણાતા અશુભ ભાવોથી સંતાકૂકડીમાં રમ્યા કર્યો છે. નિમિત્તો જો શુભ મળે અને તેને અંતઃકરણથી, શ્રદ્ધામય શુભ ભાવનાઓથી સંવારીએ તો લાંબા કાળે પણ એકબીજાના પૂરક બની ઉભયનાં જીવનને ઉજાળે છે. તેમાં કોઈ સંશય નથી. આવી ઘટનાઓને હંસદૃષ્ટિથી, ક્ષીર નીરના વિવેકથી વિશ્લેષણ કરવા
કહ્યું છે.
અસત્યનો ઉપયોગ સત્યને માટે કરાય જ નહીં. બાહ્ય દીવા અંદરના ભાવ અંધકારને દૂર કરવાના પ્રતિક સમાન છે. નિમિત્ત બાહ્ય દીવા સમાન છે. ઉભયના જીવને ઘાતક હોય તેવું અનુષ્ઠાન આચરણ પણ કાળજી અને સમજણ માંગી લે છે. સંસારની રીતિ જ એવી છે. શુભ નિમિત્તો સંસાર વધારે છતાં લાંબે કાળે એકબીજાનાં ગુણપોષક બની સંસાર ઘટાડવાને શક્તિમાન બને છે!
શાસ્ત્રનું કથન છે, અનેક જીવો પ્રારંભમાં ભાવહિન ક્રિયા કરતાં કરતાં પણ અભ્યાસથી ભાવ પેદા થતાં અંતે ભાવવૃદ્ધિથી છેક મોશે પહોંચી ગયા. મોક્ષ તો અતિ દૂર છે પરંતુ ધ્યેયને ધ્યાવવાની લગનમાં સંસારને પુણ્યના માર્ગે એકબીજાનાં સાનિધ્યની સુવાસથી સંચરતો રાખીએ તો જ્ઞાનીઓ કહે છે. પુણ્યમય શુભકર્મ મોહ નથી! સાંન્નિધ્યની સુવાસને વધુ સુવાસિત કરતાં રહીએ.