________________
પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી
(ધર્મ તીર્થ : ૨) શ્રેયાંસ કુમારના જીવે નિર્નામિકાના ભવમાં કેવલી ભગવંત દ્વારા સમકિત પ્રાપ્ત કર્યું હતું. નિર્નામિકાનો સંસાર અતિ દુઃખમય હતો. સગી મા પણ તેને દુઃખ દેતી. સમકિત પામ્યા બાદ *તત્ત્વબુદ્ધિ આવી અને સેંકડો દુઃખ ત્યાં ને ત્યાં હળવા થઈ ગયા. કટોકટીમાં ધર્મ જે હૂંફ આપે છે તે નિકટના સ્વજનો પણ આપી શકતા નથી.
ઋષભદેવનો આત્મા હવે આ બાજુ ધના સાર્થવાહના ભવમાં બોધિબીજ પામીને ચોથા મહાબલ રાજાનાં ભાવમાં સમકિત પામ્યો છે. પાંચમો ભવ લલિતાંગ દેવરૂપે થયો. ત્યારે પટ્ટરાણી સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થતાં અતિ વિરહ થયો. એમને આખા દેવલોકમાં સ્વયંપ્રભાની જ ભ્રમણા થયા કરે છે.
તીર્થકરનો જીવ છે છતાં નિમિત્ત મળતાં કેવી અસર થાય છે? સ્વયંપ્રભા દેવીના સ્થાન પર જન્મી શકે તેવું પુણ્ય સંચિત કરેલો જીવ કોણ છે તેને શોધવા પરમ દેવ મિત્રે ઉપયોગ મૂક્યો અને નિર્નામિકા દેખાઈ. ઋષભદેવના જીવે નિયાણું કર્યું, નિર્નામિકાને ચાહી અને તે સ્વયંપ્રભા બની. બંનેને પરસ્પર સ્નેહ બંધાયો જે નવ ભવ સુધી ચાલ્યો. નેહરાગ ગોઠવાઈ ગયો. અનુકૂળ પાત્રમાં શરૂઆતમાં કામરાગ થાય, સાનુકૂળ સહવાસ વધે, કામરાગ નેહરાગમાં પલટાઈ જાય, જેની શૃંખલા ભવોભવ ચાલે, ગુણિયલ જીવ પર સ્નેહ બંધાય તો જોખમ ઓછું.
કર્મનો સિદ્ધાંત છે, અતિશય સ્નેહ હોય તેનો યોગ કરાવે. ભગવાન ઋષભદેવનો આત્મા લાંબો સમય શ્રેયાંસકુમાર સાથે સબંધથી જોડાયો છે. અનુરાગથી બંનેને દરેક ભવમાં મળવાનું થયું છે. પરંતુ બંને લાયક જીવ છે એટલે અકબીજાનાં અહિતનું કારણ નથી બન્યા. અવસરે હિતપોષક બને છે, છતાં શરૂઆતના ભવોમાં રાગાદિવશ કામ-ભોગની પણ પ્રવૃત્તિ હતી તે જેમ આગળ વધ્યા તેમ ઘટવા લાગી. ભરત ચક્રવર્તી, બાહુબલિ, બ્રાહ્મી, સુંદરી આ ચાર સાથે પણ પૂર્વભવનો સબંધ છે.
* તત્ત્વબુદ્ધિ : મમત્વથી દૂર ===== ==========k ૩૪૧ ==================