________________
૮. પૂર્વની ક્રિયા સહિત ૮ માસ સમગ્ર આરંભ ન કરવા રૂપ આઠમી પ્રતિમા આરંભ
ત્યાગ. ૯. પૂર્વની ક્રિયા સહિત ૯ માસ સેવક દ્વારા કંઈ આરંભ ન કરાવવા રૂપ નવમી
પ્રતિમા. ૧૦. પૂર્વની ક્રિયા સહિત ૧૦ માસ પોતાને નિમિત્તે કરેલું ભોજન ન કરવા રૂપ
દશમી પ્રતિમા. ૧૧. પૂર્વની ક્રિયા સહિત ૧૨ માસ મુંડન અથવા લોચ કરી, રજોહરણ તથા
પાત્રાદિક ગ્રહણ કરી, કાયા વડે ધર્મનું પાલન કરે, સાધુની જેમ વિચરે અને કુટુંબમાં પ્રતિમાપનસ્ય, શ્રાવકસ્ય ભિક્ષાં દેહિ બોલી ભિક્ષા માંગે.
આ અગિયાર (૧૧) પ્રતિમા અતિચાર વિના વહન કરતાં પાંચ વર્ષ પાચ માસ થાય. આ પ્રતિમાઓ કાર્યશુદ્ધિ અને મનશુદ્ધિ કરતાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું.
આગમ'નાં ઉદાહરણો ઃ (આઠમું અંતગડ સૂત્ર) અંતગડ સૂત્રમાં, અણગાર-સાધુ ધર્મને સ્વીકારી જે મહાત્માઓ ચરમ શરીરી છે, એ જ ભવમાં મોક્ષ જવાના છે. અંતકાળે અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવનાર મહાત્માઓને અંતગડ કેવળી કહે છે.
બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શાસનના ૫૧ મહાત્માઓ અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી શાસનના ૩૯ મહાત્માઓ અંતગડ કેવળી થયા તેનું વર્ણન આ આગમમાં છે.
૫૧ મહાત્માઓ કૃષ્ણ વાસુદેવના જ પરિવારજનો હતાં. અંતગડ કેવળીઓ કૃષ્ણ મહારાજાના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, ૨ પુત્રવધૂ, ૩ ભત્રીજા, ૨ પુત્ર, ૧ પૌત્ર, એ સહુ યાદવકુળના રાજવંશીઓ હતા. શ્રી અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવે, ધર્મશ્રવણ કરે, માતા પિતાની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરે. જેમ કોઈ વ્યકિત, ઘરમાં અચાનક આગ લાગતાં અલ્પ વજનવાળી અને બહુમૂલ્યવાન વસ્તુઓને ત્વરાથી લઈને બહાર નીકળે છે, તેમ જરા-જન્મ-મરણની અગ્નિમાં, =================K ૩૫૦ -KNEF==============