________________
>>>>
***
માનવ જીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવી લે છે. મુનિવેશમાં ઉત્તમ સાધુત્વના આચાર-તપ-જ્ઞાન-ધ્યાન કરી અંતિમ સમયે સંલેખના કરી, અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા આઠેય કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે!
રસિક વિગતો : આગમ સૂત્રોમાંથી...
સમવાયાંગ સૂત્ર : ભગવાન ઋષભથી તીર્થંકર મહાવીરનું વિશેષ અવધાન રૂપ અંતર, એક કોડાકોડી સાગરોપમનું હતું.
܀
܀
܀
܀
ભગવતી સૂત્ર : આગમના રચનાકાર સુધર્માસ્વામી હતા. તેનું સંકલન ઈ.સ. પાંચમી શતાબ્દીમાં શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે કર્યું. મેઘકુમારનો મિથ્યાત્વી જીવ માત્ર જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી સમિકત પામ્યો હતો.
܀
મલ્લીનાથ તીર્થંકરનું સ્ત્રીપણે જન્મવું અવસર્પિણી કાળની આશ્ચર્યકારક ઘટના છે.
આગમ સૂત્રોમાં જ્યાં જ્યાં રાજકુમારોને સંયમ લેવાની ભાવના જાગે છે ત્યારે તેઓ પોતાની ૮ કે ૩૨ પત્નીઓ પાસેથી આજ્ઞા માંગતા નથી. માતા પાસેથી આજ્ઞા લે છે. આ વાત આજના જમાનામાં ઉલ્લેખનીય ગણાય !
શરીર, સંબંધ અને સંપત્તિ આ ત્રણે આપણી નબળી કડીઓ છે. આને કારણે ધર્મસાધના, આરાધનામાં નડતર આવે છે.
મહાવીર પ્રભુના સમયમાં શ્રાવકોની જીવનશૈલી, ખાનપાન, રહેણીકરણી સહજ, સ૨ળ અને પથ્યકારી હતી. લોકોમાં આભૂષણ ધા૨ણ ક૨વાની રુચિ ****************** 349 ******************
પોતાના ત્રણેય ભવ અલગ અલગ ગતિમાં હોવા છતાં ત્રણેય ભવમાં ભગવાન મહાવીર મળ્યા. (૧) માનવનો નંદ મણિયારનો ભવ, (૨) તિર્યંચનો દેડકાનો ભવ અને (૩) દુર્દશાંક દેવનો ભવ.
ભગવાનના દર્શનની પ્રબળ ઈચ્છા હોય તો તિર્યંચનો ભવ પણ નડતો નથી. નંદિફળ વૃક્ષનાં ફળો મીઠાં, છાયા મધુરી, દેખાવમાં મનમોહક છતાં ઝેરી હોય છે. કિંપાક ફળ જેવા જ ઝેરી. ફકત દેખાવથી ચેતીને રહીએ.