________________
‘તત્ત્વ ઝરણું" - ગણિવર્ય મેઘદર્શનવિજયજી લિખિત વિતરાગોથ્વયં દેવો, ધ્યાયમાનો મમુક્ષુભિઃ |
સ્વર્ગોપવફલદઃ શક્તિસ્તસ્ય હિ તાદશો મુમુક્ષુઓ વડે ધ્યાન ધરાતો વીતરાગી દેવ પણ સ્વર્ગ અને અપવર્ગ - મોક્ષરૂપી ફળ આપનારો છે. કારણ કે, તેની શક્તિ જ તેવી છે. જે આ પરમાત્માના ગુણો ગાય, ભક્તિ વંદના પૂજનાદિ કરે તેનાં દુઃખો અને દોષો જાય, તે એક દિવસ ભગવાન જેવો બને. આનું નામ પરમાત્માની પ્રસન્નતા.
તિથ્થયરા મે પસિવંતુ = તીર્થંકર પરમાત્માઓ મારી ઉપર પ્રસન્ન થાઓ. - અગ્નિમાં ક્યાં રાગ છે? છતાં જે વિધિ સહિત તાપે તેની ઠંડી દૂર કરે જ
છે ને? વચ્ચે હાથ નાંખે તો તેને બાળે? રેચક ચૂર્ણ છે કે તેનું કબજિયાત દૂર થાય અને ન લે તો ન થાય. તો શું રેચક ચૂર્ણ રાગ-દ્વેષવાળુ છે? સૂર્ય પ્રકાશ આપે અને ભોંયરા વગેરેમાં ન આપે તેમાં રાગ-દ્વેષ થોડા છે? અગ્નિ, રેચક ચૂર્ણ, સૂર્ય જેમ રાગ-દ્વેષ વગરનાં છે, તેમની જેવી અદ્વિતિય શક્તિ છે તેમ રાગ-દ્વેષ વિનાના પરમાત્માની શક્તિ પણ અજોડ છે. ભગવાનની સન્મુખ થનારને અતિશય લાભ થાય છે અને તેમની આશાતના કરનારને પરચો પણ અનુભવવો પડે છે. પ્રસન્ન થયા એટલે લાભ થયો. પરમાત્માની ભક્તિથી મોક્ષ સુધીના તમામ પદાર્થોના મળતા લાભો એ પરમાત્માની પ્રસન્નતા છે. વ્યવહાર નયને આધારે કેટકેટલી ભકતિ ગીતોની પંક્તિઓ ગવાય છે? તું હિ માતા, તું હિ વિધાતા; ભલે સાત રાજ દૂર તોય મારા હૃદયમાં તમારો
સૂર; વ્હાલા સિમંધર સ્વામી, અરજી આ મારી સુણજો અંતર્યામી. જ નિશ્ચય નય અને વ્યવહાર નય બંને નય પોતપોતાના સ્થાને બળવાન છે. =================^ ૨૧૦ -KNEF==============