________________
મગરનું બળ પાણીમાં વધારે, હાથીનું પૃથ્વી પર, હાથી પાણીમાં નિર્બળ અને મગર પૃથ્વી પર નિર્બળ. આ પ્રમાણે આપણે આપણી જીવન શૈલીમાં યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. આત્મા અનાદિ છે, સંસાર અનાદિ છે અને આત્મા કર્મનો સંયોગ અનાદિ છે. આ વીતરાગ વાણીને ગળથૂથીમાં ઊતારો. જો આ ત્રણ અનાદિમાં ન
માનીએ તો હજારો પ્રશ્નો થશે જેનો ઉકેલ નહીં મળે. જ ખૂબ અગત્યની વાત ધ્યાન રહે, આ કાળમાં ભલે બીજી નરકથી આગળ
જવાય તેવું નથી પરંતુ નિગોદમાં તો જવાય જ છે! * બાધા (અવિરત દૂર) લેવાનું ક્યારે મન થાય?
અપ્રત્યાખ્યાનીય કષાય, મોહનીય કર્મનો ઉદય દૂર થાય ત્યારે. અપ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોય તો તેથી કદીયે નાનું પણ વ્રત, પચ્ચખાણ ન કરી શકે. નાના નિયમથી માંડી દીક્ષા સુધીનું બધું જ કરવા માટે, પુરુષાર્થ વડે આવા કષાયોનો ઉદય થવા જ ના દઈએ.
પાપ પ્રવૃત્તિ ના કરીએ છતાં પાપ લાગે. કેમ? તેની ઈચ્છાથી કે વિચાર વડે પાપ લાગે છે. કોઈને માર્યો નથી પરંતુ મારવાનો વિચાર કર્યો તો પણ પાપ લાગે જ ને! પાપ કરવાની ઈચ્છા મનમાં પડેલી જ છે માટે બાધા નથી લેવાતી. આવી ઈચ્છા, અશુભ પ્રવૃત્તિ ન કરવા છતાંય તેનું પાપ લગાડ્યા કરે છે. માટે જે ન કરવાનું હોય તેની બાધા બધાએ લઈ લેવી જોઈએ.
ખરાબ વિચારો આવે ત્યારે તેને દૂર કરવાને બદલે, સારા વિચારોની શૃંખલા શરૂ કરવાથી ખરાબ વિચારોનું જોશ તૂટી જતાં તે અટકી જશે.
પાપ કરવાની ઈચ્છા તે અતિક્રમ. તે માટે તજવીજ કરવી તે વ્યતિક્રમ. પાપ કરવાની પ્રવૃત્તિમાં આગળ વધવું તે અતિચાર અને પાપ કરવું તે અનાચાર.
જૈન શાસનમાં પ્રવૃત્તિ કરતાં પરિણામનું, પરણતિનું મહત્ત્વ ઘણું વધારે બતાવ્યું છે. અંદર પાપ કરવાની પરિણતિ પડેલી હોવાથી તેનું પાપ લાગ્યા =================^ ૨૧ ૧ -KNEF==============