________________
કરે છે. આનાથી છૂટવા રોજ નવા નવા વ્રત-નિયમ-પચ્ચખ્ખાણો કરતા રહેવું જોઈએ. ક વિજ્ઞાન અને ધર્મ ઃ પદાર્થમાં પરિવર્તન લાવે તે વિજ્ઞાન અને આત્મામાં
પરિવર્તન લાવે તે ધર્મ. બાધા લઈએ અને તૂટી જાય તેના કરતાં બાધા ન લેવી સારી” આવો વિચાર, પ્રવૃત્તિ કે પરિણતિ, તે ઉત્સુત્ર વચન છે. આવું કદીય માનવું નહીં, માનનારને પ્રાયશ્ચિત આવે છે. માટે બાધા લેવાની જ. તૂટવાનો સંભવ હોય તો છૂટછાટ રાખી પણ બાધા લેવાની. છતાં તૂટે તો પ્રાયશ્ચિત લેવાનું પણ બાધા વિના નહીં જ રહેવાનું. પાળવાના ભાવ સાથે લીધેલી બાધા તૂટતી નથી અને ક્યારેક જ તૂટે છે અને તૂટતાં જે દોષ લાગે તેના કરતાં બાધા ન લેવામાં અનેકગણો દોષ લાગે છે. તંદુલીયો મત્સ સાતમી નરકે જાય
છે, કારણ એના મનમાં પાપની તીવ્ર વૃત્તિ પડેલી છે. * ગૃહસ્થ જીવન સર્વવિરતિની Net Practice માટે છે. બેફામ જીવન જીવવા
માટે નથી. આપણું મૂળ ક્યાં? નિગોદમાં. અવ્યવહાર રાશિ (જે આત્મા એક પણ વાર દુનિયાનાં વ્યવહારો યોગ્ય બન્યો નથી તે)ની નિગોદમાં. ત્યાંથી બહાર નીકળ્યા તે ક્યા પ્રતાપે? ધર્મને પ્રતાપે. સહન કરવું તે ધર્મ, દાનમાં ધનની મૂછમાં ઘસારો પહોંચે છે માટે દાન એ ધર્મ શીલમાં કામ વાસનાને ઘસારો પહોંચે છે, મનને સહેવું પડે છે માટે ધર્મ. તપમાં શરીરને સહન કરવું પડે માટે તે ધર્મ. ભાવમાં દુર્ભાવોને દૂર કરવા શુભ ભાવો મનમાં કેળવવા પડે, મનને સહન કરવું પડે માટે ધર્મ.
ઈચ્છાપૂર્વક સહન કરીએ તો ઘણાં કર્મોનો નાશ થાય - સકામ નિર્જરા. ઈચ્છા વિના, અજાણતાં કે પરાણે સહન કરીએ તેને અકામ નિર્જરા કહી. =================^ ૨૧૨ -KNEF==============