________________
અનેકાંતવાદઃ સારભૂત મર્મગ્રાહી સિદ્ધાંત છે.
– પ.પૂ.ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ. ભગવાનની વાણીનું સર્વસ્વ, સારનો પણ સાર, તત્ત્વનું પણ તત્ત્વ, જો કોઈ દોહન હોય તો આ અનેકાંતવાદ છે. આખા જૈન શાસનની વિશેષતા આના પર આધારિત છે. વાક્યના અર્થને સાચી અપેક્ષાથી જોડી દો તો સાચો અર્થ સમજાય. આનું જ નામ અનેકાંતવાદ
આપણે પ્રભુ મહાવીર, તેમના સિદ્ધાંતો અને તથ્યોને ઓળખ્યાં નથી. ફક્ત Packing લઈને જ ફરીએ છીએ. જૈન ધર્મ લઈને ફરીએ છીએ પણ તેનો સાચો પરિચય જ નથી. એકાંતે વ્યવહાર નય નથી, એકાંતે નિશ્ચય નય નથી. બંને નય સાથે પકડવાનાં છે.
આશ્રવ તત્ત્વને એકાંતે હેય કહ્યું છે તેનું શું? કોઈએ આવો પ્રશ્ન કર્યો :
નીચલી કક્ષાએ (ભૂમિકામાં) અમુક આશ્રવ ઉપાદેય પણ ખરો. જેમ કે તીર્થકર નામકર્મ. એકાંતે આશ્રવને હેય કહેનારા એકાંતવાદી છે.
વ્યવહાર નય : પહેલા ગુણસ્થાનકથી અધ્યાત્મ માને છે. નિશ્ચય નય : પાંચમાં ગુણસ્થાનકથી અધ્યાત્મ માને છે. સમકિત વચ્ચેના ગુણસ્થાનકમાં આવે. યોગની પાંચમી દૃષ્ટિએ સમક્તિ આવે છે. નમુથુણમ સૂત્રની પાંચમી ગાથાનાં
પહેલા પદમાં અભય દયાણ યોગની પહેલી દૃષ્ટિ મિત્રો બીજા પદમાં ચખું દયાણ યોગની બીજી દૃષ્ટિ તારા ત્રીજા પદમાં મગ્ન દયાણ યોગની બીજી દૃષ્ટિ બલા ચોથા પદમાં શરણ દયાણ યોગની ચોથી દૃષ્ટિ દિપ્તા પાંચમા પદમાં બોહી દયાણ યોગની પાંચમી દૃષ્ટિ સ્થિરા છઠ્ઠા પદમાં ધમ્મ દયાણ યોગની છઠ્ઠી દૃષ્ટિ કાંતા
યોગની ૭-૮મી દૃષ્ટિ પ્રભા, પરા