________________
નિશ્ચય નય, સમકિત પછી સાચો ધર્મ માને છે. સમકિત ફક્ત ધર્મની શ્રદ્ધા લાવે તેમ માને છે. વ્યવ્હાર નય પહેલા ગુણસ્થાનકથી અધ્યાત્મ માને. આચરણ એટલે વ્યવ્હાર નય. વિચાર એટલે નિશ્ચય નય.
હરિભદ્રસૂરિ : જિન શાસનને મળેલ અનેરી ભેટ સાધ્વીજી યાકિની મહત્તરા” રાત્રે સ્વાધ્યાય કરવા બેઠાં છે. રાત્રીના પ્રહરમાં હરિભદ્ર રાજપુરોહિત રાજમાર્ગ પર ઊભા છે, ત્યાં ઊભા ઊભા શ્લોક સાંભળે છે. જૈન પરિભાષા જાણતાં નથી એટલે સાધ્વીજી પાસે આવીને કહે છે : આ શ્લોકનો અર્થ સમજાવો. હું તમારો શિષ્ય છું. સાધ્વીજીને થયું કે, આવા મોટા માણસને જો બરાબર ન સમજાવી શકું તો ઉપાધિ થશે માટે પોતાનાં ગુરુ પાસે મોકલ્યા. ગુરુએ હરિભદ્રની વિચક્ષણતા પારખી અને વિચાર્યું કે આવા વ્યક્તિ જેન શાસનને મળે તો બંનેનું કામ થઈ જાય. ગુરુ મહારાજે તેમની સરળતા જોઈ લીધી. કહ્યું કે, આ શ્લોકને સમજવા દીક્ષા લેવી પડે! અને જૈન શાસનને ૧૪ પૂર્વી હરિભદ્રસૂરિજી ઉપલબ્ધ થયાં. હરિભદ્રસૂરિજીને પાછળથી કહેતા સાંભળ્યા છે, “અમને જો આ સિદ્ધાંતો, શાસ્ત્રો ન મળ્યા હોત તો અનાથ એવા અમારું શું થાત?' તેઓ અનેકાંતવાદ સભર શાસ્ત્ર વિના પોતાને અનાથ માને છે
| નિશ્ચય નયને પહેલાં પકડવાનો નથી. એને પ્રારંભમાં અંદર હૃદયમાં જ રાખવાનો છે.
ઉપાદાન મુખ્ય કે નિમિત્ત?
નિશ્ચય નય કહેશે, ઉપાદાન મુખ્ય છે. નિમિત્ત તો ઠીક છે. અનંતીવાર આપણે સમવસરણમાં ગયા, શાસન પામ્યા, ધર્મ પામ્યા પણ શું થયું? પરંતુ વિચારજો.
વીતરાગ સંયમ આવ્યા વિના કોઈ જીવ નિમિત્ત વગર આગળ વધતો નથી. તીર્થકરોને પણ આગળનાં ત્રીજા ભવે સરાગ સંયમની સાધના છે. તેઓ જન્મોજન્મનાં સાધક છે!
હાલ તો નિમિત્તથી પરદશાના માર્ગની ભૂમિકાનો જ ઉચ્છેદ છે. જ્ઞાતા-દ્રષ્ટા ભાવનો વર્તમાનમાં ઉચ્છેદ છે. માટે ૨૪ કલાક નિમિત્તની આપણને જરૂર છે. =================* ૧૮૫ -KNEF==============