________________
પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી નિમિત્ત પ્રધાન ભૂમિકા છે. મગનું પાણી પચતું ન હોય ને બાસુંદી ખાવાની વાત કરવી એ વ્યવહાર નયને ન અપનાવતાં નિશ્ચય નય પાછળ દોડવા જેવું છે.
તીર્થકરની પ્રજ્ઞા ઉપર ઓવારી જવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ તત્ત્વ હોય તો એક માત્ર અનેકાંતવાદ છે. જેણે સમકિત પામવું હોય, પૂર્ણ સત્યને સમજવું હોય તો આ એક માત્ર ઉપાય છે. સ્યાદવાદની રુચિ એ જ સમકિત-બીજ છે. અનેક દૃષ્ટિકોણથી સત્યને વિચારાય, સમજાય તેનું જ નામ અનેકાંતવાદ. જ્યાં સર્વાગી દૃષ્ટિ હશે ત્યાં અનેકાંતવાદ હશે.
જૈન ધર્મમાં કોઈ વસ્તુનો આગ્રહ નહી તેને અનેકાંતવાદ નથી માન્યો. સ્યાદ્વાદ ફેરફુદડીવાદ નથી. “જિનપૂજા કરવી સારી છે જ એ એકાંતવાદ નથી. જિનપૂજા કરવી સારી જ છે એ એકતરફી દૃષ્ટિકોણ નથી.”
અનેકાંતવાદની બીજી ઓળખાણ સાપેક્ષવાદ છે. એકલી ભક્તિ ન ચાલે સાથે વિવેક અને જ્ઞાન જોઈશે જ. તત્ત્વ સમજશો તેમાં પ્રાણ પૂરાશે. ભક્તિ કરતાં કરતાં સમર્પણ બળ ત્યારે જ આવશે. સમકિતની શ્રદ્ધા પામવાનો અણમોલ ઉપાય છે સ્યાદ્વાદ.
સ્યાદ્વાદનો શબ્દ પ્રયોગ વાણી સાથે સંબંધીત છે. વાણીમાં સાપેક્ષતા હોવી ઘટે. તીર્થકરની વાણી સાપેક્ષ છે. છે “આ મનુષ્ય છે' તે વર્તમાનની અપેક્ષાએ સાચું છે. ભૂતકાળમાં પશુમાંથી
આવ્યો હોય અને ભવિષ્યકાળે બીજી ગતિમાં જવાનો હોય - સાપેક્ષતા. આ મકાન સીમેન્ટ કોન્ક્રીટનું બનેલું છે' પણ પત્થરનું બનેલું નથી તો
પત્થરની અપેક્ષાએ મકાનનું અસ્તિત્ત્વ જ નથી. - સાપેક્ષતા આવી. જ “શાંતિભાઈ ઓફિસે ગયા છે” ક્ષેત્રની અપેક્ષાએ હાલ ઘરમાં એમનું
અસ્તિત્તવ જ નથી, માટે તે બધે નથી. - સાપેક્ષતા આવી.
આ જ પ્રમાણે ભાવાત્મક, અભાવાત્મક અપેક્ષા પણ હોય છે. આત્મા, પરમાત્મા, મોક્ષમાર્ગની ભૂમિકામાં પણ સ્યાદ્વાદમય વાણી આવે છે. =================* ૧૮૬ -KNEF==============