________________
જૈન દર્શનને આભાસિક સાપેક્ષતા સાથે સંબંધ નથી. જેમ કે ૬ ફૂટનો માણસ પહાડ પરથી વહેતીયો દેખાય છે તે આભાસ છે છતાં તે તેવો જ દેખાય પણ છે. રેલ્વેનાં બે પાટા મળી જતાં જણાય છે વગેરે. આકાશ અને પૃથ્વી ક્ષિતીજ પર એક બીજાને અડતાં જણાય છે. આ બધી વાસ્તવિકતા નથી માટે જૈન દર્શનમાં આવી સાપેક્ષતાને સ્થાન નથી. જેવી દેખાય તેવી કહી તેમાં સત્યનો અનુભવ નથી માટે એને સાચા કહેવાથી સત્યથી દૂર લઈ જશે.
ભગવાન મહાવીરે “ગોશાળો ખોટો છે એમ કહ્યું છે તેનો અર્થ એવો ન જ કરાય કે ભગવાનને સ્યાદ્વાદ લગાડતાં નહોતો આવડતો? જ્યાં પ્રભુને ખોટું જણાયું ત્યાં તેનું તેમણે ખંડન કર્યું છે.
સ્યાદ્વાદ ચોક્કસ દૃષ્ટિકોણથી વાસ્તવિક રજૂઆત કરવા માટેની શૈલી છે. એમાં કોઈ પણ કદાગ્રહ નહીં આવે. અનેકાંતનો અર્થ શું? સામાન્ય અર્થ, એકાંત નહીં તે. સાપેક્ષનો અર્થ શું? અપેક્ષા સહ વિચાર કરવો. ચાહ્નો અર્થ શું? અવ્યય છે. સર્વ વિધાનોમાં સ્યાદ્ શબ્દનું જોડાણ
તે સ્યાદ્વાદ. નયવાદ એટલે શું? નય એટલે દૃષ્ટિકોણ. આંશિક સત્યનું જ્ઞાન કરાવે, પ્રમાણ જ્ઞાન પૂર્ણ સત્યનું એ જ સ્યાદ્વાદ. હાથી અને ૬ આંધળાનું દૃષ્ટાંત ઃ
એકે સૂઢ પકડી – હાથી કમાન જેવો છે એમ લાગ્યું, બીજાએ પૂછડું પકડ્યું - હાથી દોરડા જેવો છે એમ લાગ્યું, ત્રીજાએ પગ પકડ્યો - હાથી થાંભલા જેવો છે એમ લાગ્યું, ચોથાએ કાન પકડ્યો - હાથી સૂપડા જેવો છે એમ લાગ્યું, પાંચમાએ પેટને અડકીને - હાથી પટારા જેવો છે એમ લાગ્યું, છઠ્ઠાએ પીઠ પર હાથ ફેરવ્યો - હાથી સપાટ શીલા જેવો છે એમ લાગ્યું.
છ એ છ અપેક્ષાએ સાચા જ છે. છતાં બધાનાં વિધાનો અલગ અલગ છે. આંશિક સત્ય વાસ્તવિકતા સાથે મેળ બેસે તો થાય.