________________
મહાવીર ભગવાનની દરેકે દરેક વાતમાં સ્યાદ્વાદ હોય છે. નાનામાં નાની હિંસાને વખોડી પરંતુ ન્યાય-નીતિ-ધર્મના પ્રશ્નમાં હિંસાનો વિચાર કરવાનો નથી એમ કહ્યું. દહેરાસર લૂંટવા આવે તેમની સામે અહિંસાનો વિચાર ના હોય. કાલિકાચાર્યે સાધ્વીજીના શીલની રક્ષા ખાતર યુદ્ધ લડ્યું હતું. આને અધર્મ કહ્યો નહોતો.
ઉકાળેલું પાણી : કાચું પાણી વિકારી છે, ઉકાળેલું નિર્વિકારી. સજીવને મોંમાં નાંખો તો શું ભાવ થાય ? નિર્જીવ છે કે નિર્જીવ કરીને મોંમાં નાંખો તો ભાવમાં ઘણો ફેર પડશે. પાપ પ્રવૃત્તિથી જ બંધાય એમ નથી. પાપ ક૨વાનો ભાવ પડ્યો છે ત્યાં પાપ બંધાય જ છે. ઉકાળેલું પાણી પીવાનાં પચ્ચક્ખાણ લીધા હોય ત્યાં અપકાયના જીવોને અભયદાન મળે છે.
જ્ઞાનથી જ મોક્ષ થાય અથવા ક્રિયાથી જ મોક્ષ થાય આ દુર્નય વાક્યો છે. એકાંત માન્યતા છે. જ્ઞાનથી મોક્ષ થાય કે ક્રિયાથી મોક્ષ થાય એકાંત દૃષ્ટિ નથી.
જડ ચેતનનું ભેદજ્ઞાત
– પૂ. ચિત્રભાનુજી
અજીવ : જીવના સંસર્ગથી જીવંત બને છે. ઈન્દ્રિયો આત્મા વગર જડ થઈ જાય છે! આત્મા અને પદાર્થ (અજીવ)નો ભેદ સમજવાની જરૂર જ્ઞાનીઓએ યુગોથી જણાવી છે.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ જડ પદાર્થ તે પરમાણુ. ઘણાં પરમાણુ ભેગા થાય તે અણુ. ઘણાં અણુ ભેગા થાય તે સ્કંધ. સ્કંધના જ દેશ અને પ્રદેશ ભેગા થાય તે દેખાય.
અણુ જડ શક્તિ છે. સ્વભાવ-મળવું અને ખરવું. સતત ગતિ અને સ્થિતિ વચ્ચે ઝૂલ્યા કરે અને અથડાય જેથી સ્પંદનો ઉત્પન્ન થાય.
આત્મા અને જડનું સંમેલન એટલે સંસાર. પૂર્વની સંસ્કૃતિ આત્માનું રહસ્ય શોધે છે. પશ્ચિમની સંસ્કૃતિ પદાર્થનું રહસ્ય શોધે છે.
જેઓ અણુથી આગળ ના જોઈ શકે તેઓ ફક્ત ભૌતિક સિદ્ધિઓ માટે જ ****************** 922 ******************