________________
પુરુષાર્થ કરે છે. ઉત્પત્તિ અને લયની પ્રક્રિયામાં ગોળ ગોળ ફર્યા કરે છે. માનવને યંત્રવત્ ગણી પોતાના વિનાશને નોતરે છે!
જેઓ ખાલી આત્માની જ વાતો કરે છે અને પુરુષાર્થની ઉપેક્ષા કરે છે તેઓ પ્રગતિ પ્રતિ ઉદાસિન અને દુઃખી જીવો પ્રતિ કઠોર બને છે!
કાદવમાં જન્મ એ કર્મનું ફળ, કમળ બનવું એ એની મહત્તા છે.
જીવવા માટે આત્મા અને પદાર્થ બંનેની જરૂર છે અને બંને વચ્ચે સંતુલનની આવશ્યકતા છે!
સંતુલન કેવી રીતે? પુદ્ગલ પર આધ્યાત્મિક પ્રકાશ વેરવાથી, જડ ચેતનનો ભેદ સમજાશે.
મનનો અનુભવ શું છે? પુદ્ગલનું જ સર્જન છે. ભલે આપણે તેને આધ્યાત્મિક અનુભવનો ચહેરો પહેરાવીએ. માનવી, ચિત્તાતીત પદાર્થોનું સૌંદર્ય અને ભવ્યતા જોવા મુક્ત હોતો નથી. માટે બાહ્ય ચર્ચાઓમાં પડવા કરતાં, મનથી પર થવા ઈચ્છનારા જીવો અન્તર્મુખ બને છે. આત્મ નિરીક્ષણથી આત્મશુદ્ધિ થાય છે. આ નિરિક્ષણથી ચમત્કાર જાગે છે. જાગૃતિનો પ્રકાશ વધે છે. જૂના અશુભ તત્ત્વો દૂર થાય છે અને નવા આવતાં નથી.
ક્રોધનો તણખો, ઈર્ષાની ચિનગારી, લોભનું ભારેપણું, ઘમંડનો ઉછાળો, માયા, છેતરપીંડીનું મોજું આદિ કોઈ પણ અશુભ તત્ત્વ પ્રવેશ કરે કે તરત જ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે.
જાગૃતિ અને સ્વનિરિક્ષણની સતત પ્રક્રિયા નૂતન જાગૃતિના પ્રભાતને ખીલાવે છે! મન આત્મા પર હવે નિયંત્રણ કરી શકતું નથી, આત્માનો અધિકાર મન પર સિદ્ધ થતો જાય છે!
જડ-અજીવ પદાર્થોની શક્તિ પણ ખૂબ હોય છે જે મનના સ્તરને ઢાંકી શકે છે. દારૂ, ગાંજો, અફીણ આના દૃષ્ટાંતો છે.
દૃશ્ય પદાર્થમાં રંગ, રૂપ, સ્પર્શ, ગંધના ગુણો છે. અમૂર્ત તત્ત્વોમાં ગતિ, સ્થિતિ, અવકાશ અને કાળ છે. ગતિ અને સ્થિતિ વચ્ચે અણુઓનું સતત સર્જન =================* ૧૮૯-KNEF==============