________________
થાય છે તે પ્રક્રિયામાં અણુઓ એક બીજા સાથે ફક્ત અથડાવાનું કામ કરે છે. ચેતન જ્યારે ગતિ કરે છે ત્યારે સમ્યક્ દિશા પકડે છે! તેની પૂર્ણતા - કેવળ દર્શન, કેવળ જ્ઞાન, કેવળ ચરિત્ર, સિદ્ધશીલા!
આકાશ : અવકાશ આપે છે. કાળ : ભૌતિક હયાતીની કક્ષાએ કાળની હયાતી પરિણામરૂપે દેખાય છે.
જડ અને ચેતનનો ગાઢ સંબંધ છે. ફોતરાં અને અનાજ, ફૂલ અને સુગંધ, માટી અને સોનું જેવો તેનો સંબંધ છે.
ચેતન શક્તિ પુણ્યરૂપી જડ શક્તિથી માનવ બને છે. ઈંડુ અને અંદરનો જીવ, પાંદડું અને વૃક્ષ બંનેનો સંબંધ સ્પષ્ટ સમજવા. પક્ષી ઈંડાને છોડી ઉંચે ઉડે ત્યારે કે પાંદડુ વૃક્ષથી છૂટું પડતાં વિલય પામે ત્યારે તે પ્રક્રિયાનું નિરિક્ષણ કરવું પડે છે.
બાળક બીજને જમીનમાં વવાતું જોઈ અણસમજણથી માને છે કે બીજ નાશ થઈ ગયું! અનુભવી માનવી જાણે છે અનુભવથી, એ બીજમાંથી વૃક્ષ થશે. સમ્યક્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ વચ્ચે આવો જ તફાવત છે! મૃત્યુનું પણ આવું જ છે. દાગીનો ગળાવી બીજો ઘાટ ઘડાવો છો ત્યારે સોનું એનું એ જ રહે છે તેમ!
ચેતના શક્તિ અદ્દભૂત છે. પૃથ્વીને ફાડીને બીજ ઉપર આવે છે ને? રૂના ઢગલાને ફક્ત એક દીવાસળી ભસ્મ કરે છે તેમ તમારો પુરુષાર્થ, આત્માનો ઉપયોગ કર્મોને બાળી શકે છે. હુમા તમે નથી, હું ફક્ત સમયની અપેક્ષાએ છે. હું માત્ર નામ છે. આપણી બાહ્ય ક્ષણિક અવસ્થાઓને અસલી માનવાનું મિથ્યાત્વ છે. દર્પણમાં જોતાં હું ને હું માનવા જેવું છે!
પાણી ભરવાના વાસણમાં છિદ્ર હોય તો પાણી રહે નહીં. જો મનમાં છિદ્રો હોય તો આત્માના અણમોલ ઉપહારો કેમ રહે?
છિદ્રો કોણ પાડે છે? તે છે આપણી મર્યાદાઓ અને દિવારો, ગમાઅણગમાઓ, ધૃણા, આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે છે “કર્મ' પ્રકૃતિ. તે નિષ્પક્ષ છે. કોઈને માટે તેને ભેદભાવ નથી. Kakkkkkkkkkkkkkkkk ૧૯૦-kkkkkkkkkkkkkkkkkk