________________
છિદ્રો કેમ મટે? પૌષધ કરો. આત્માની સમીપ જાઓ. પ્રતિક્રમણ કરો. પાછા હઠી વાસ્તવિક ચેતનાના દર્શન કરો.
છિદ્રો પૂરીને શું? જાતને પૂર્ણ બનાવો. ૩ રસ્તા છે. (૧) પ્રતીતિ - Realize, (૨) પુનઃ પ્રાપ્તિ - Recover, (૩) જીવનમાં ઉતારવું - Retain.
અરૂપીને અનુભવતા પહેલાં રૂપીને પદાર્થ તરીકે, વિશ્વનાં તત્ત્વોને જેવા છે તેવા જુઓ.
હાડકાં, નખ, ચામડી, દાંત, વાળ – શરીરના પૃથ્વી તત્ત્વ છે. તમારા આંસુ, લાળ, પરસેવો, લોહી – જળ તત્ત્વ છે. પાચન શક્તિ, શરીરની ગરમી – અગ્નિ તત્ત્વ છે. શ્વાસોચ્છવાસ - વાયુ તત્ત્વ છે.
તેથી જે બહાર છે તે જ અંદર છે! દુનિયાથી જુદા નથી. તમારી અંદર, બહારનું જ રૂપ, બ્રહ્માંડનું જ રૂપ સૂક્ષ્મ સ્વરૂપે છે. જૈન ધર્મમાં તો બ્રહ્માંડનું સ્વરૂપ મનુષ્યના આકારનું બતાવ્યું છે!
સતત પરિવર્તનનું રહસ્ય શું છે? વહેતા રહો. વૃક્ષ પણ પાંદડાને ખરવા દે છે. પ્રકૃત્તિના નિયમોને અનુકૂળ થઈને.
આપણે પણ જીર્ણ-પુરાણા વિચારોને સૂકા પાંદડાની માફક ખેરવવાનાં છે! વિસ્તાર અને વિકાસ માટે યોગ-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પરિવર્તન. નિરાસક્તિઅનાસક્તિ! અનાસક્તિમાં પાંદડા ખરે અને નાચતા લાગે તેમ માનપૂર્વક રાગને છોડો. છે પરસ્પરોપગ્રહો જીવાનામ્ - જીવો પરસ્પર ઉપકારક બની એકબીજાના વિકાસમાં સહાયક બને છે.
જ્યાં તર્કનો અંત આવે છે ત્યાં જ અધ્યાત્મની શરૂઆત થાય છે. શરીરરૂપનું આકર્ષણ એ વાસના છે. આત્માના ગુણોનું આકર્ષણ એ પ્રેમ છે. પરોપકાર એ શ્રેષ્ઠ સદુપયોગ છે.
મિથ્યાત્વ ટળે અને સમકિત મળે એટલે ઉપયોગ અને આનંદ મળે. =================^ ૧૯૧ -KNEF==============