________________
સમકિતના અપવાદરૂપ ૬ ગારો આચાર્ય શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત “ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાંથી સમકિતના અપવાદરૂપ ૬ આગારો :
(૧) રાજાની આજ્ઞાથી, (૨) ગુરુજનની આજ્ઞાથી, (૩) આજીવિકા માટે, (૪) સમુદાયનાં કહેવાથી, (૫) દેવના બળાત્કારથી, (૬) બળવાનના બળાત્કારથી. આ ૬ આગારો (છૂટ) અપવાદથી લઈ સમકિતને બચાવી શકાય છે.
રાજાની આજ્ઞાથી મિથ્યાષ્ટિને પણ નમસ્કાર કરવા પડે તેને “રાજાભિયોગ' આગાર કહે છે.
ઉદા. કાર્તિક શેઠ શ્રેષ્ઠિને રાજાની આજ્ઞાથી ગરિક નામના તાપસના માસ ઉપવાસનાં પારણામાં પરાણે પીરસવું પડ્યું. ગરિકે કાર્તિક શેઠનું નાક કાપ્યું એવી ચેષ્ટા કરી. આ જોઈ કાર્તિક શેઠે વિચાર્યું કે, “જો પ્રથમથી જ દીક્ષા ગ્રહણ કરી હોત તો તાપસ (મિથ્યાત્વી જીવ) મારો પરાભવ કરી શકતા નહીં.” એવું વિચારતાં શ્રેષ્ઠિએ ૧૦૦૮ વણિક પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી.
અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કરી, ૧૨ વર્ષ સંયમ પાળી કાર્તિક શેઠ સૌધર્મેન્દ્રનું પદ પામ્યા છે. તાપસ મરીને એ સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્રનો “ઐરાવણ' હાથી થયો.
દેવલોકમાં તિર્યંચ હોતા નથી પણ તેવી ફરજવાળા આભિયોગિક દેવને ઈન્દ્રની આજ્ઞા થતાં રાવણ હાથીનું રૂપ વિકર્વીને ફરજ બજાવવી પડે છે. કાર્તિક શ્રેષ્ઠિ સૌધર્મેન્દ્ર પદથી વી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સિદ્ધિ પદ પામશે.
Interesting Point : કેટલાક દૃઢધર્મી આત્માઓ પ્રબળ આંતરિક શક્તિવાળા હોય છે જે રાજાની આજ્ઞા છતાં પણ વ્રતનો ભંગ કરતાં નથી અને નિયમને સાચવે છે.
દૃઢધર્મી આત્મા જે અપવાદ રૂપ આગાર લઈ વ્રતભંગ કરતાં નથી તેનું સચોટ દૃષ્ટાંત :