________________
કોશા ગણિકા (કોશ = ગુણ રત્નોનો ભંડાર) અને સ્થૂલભદ્ર મુનિ. જે વેશ્યાનાં ઘરે આવી ગુરુની આજ્ઞામાં રહી ચાતુર્માસ રહ્યાં હતા. કોશા વેશ્યાને પ્રતિબોધ કરવા આવ્યા હતા. વેશ્યાએ સ્થૂલભદ્રને વશ કરવા અનેક પ્રકારનાં હાવ-ભાવ વિભ્રમ, વિલાસ આદિ કર્યા પણ તેમનું ચિત્ત ચલિત ના કરી શકી. અંતે મુનિએ કોશાને પ્રતિબોધ પમાડી. એને કારણે ૧૨ વ્રત લેતાં ચોથા વ્રતમાં રહી, રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ વિના, બીજા પુરુષનો સંગ નહીં કરવાનો નિયમ લીધો. કોશા વેશ્યા ચિરકાળ જૈનધર્મની પ્રભાવના કરીને સ્વર્ગ સુખ પામી.
ભય શાને? જ્યાં સુધી ભય પ્રાપ્ત થયો ન હોય ત્યાં સુધી જ ભય થી ડરવું પરંતુ ભયને આવેલો જોઈને તો નિઃશંક પણે સહન જ કરવું. પછી ભય રાખવો પણ નિષ્ફળ છે.
અગત્યની શિક્ષા એ છે કે જેનું શરણ હોય તે શરણ થકી જ જો ભય ઉત્પન્ન થાય તો રાજી ખુશીથી ભયને સહન કરી લેવો એ જ યોગ્ય છે.
મા અને ગુરુ : વજસ્વામી ત્રણ વર્ષના હતા ત્યારે માતા સાથે રહેવું કે પિતા જેણે દીક્ષા ગ્રહણ કરેલી જ હતી અને ગુરુ પદે હતા તેમની સાથે રહેવું તેનો વિચાર કરે છે : “માતા તીર્થ રૂપ છે, પરંતુ તે આ ભવમાં જ સુખ આપી શકે છે અને ગુરુ તો દરેક ભવમાં સુખ આપી શકે છે ને આપે છે.” એ વિચારે પિતાનો ઓઘો લેવા દોડી ગયો. ત્રણ વર્ષની વયે તે બાળક વજકુમારે ચારિત્ર લઈ લીધું એટલે માતા સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વજસ્વામીની બાલ્યાવસ્થા પણ કેવી પ્રભાવશાળી.
મધ-મધ-માંસ-માખણ
ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાંથી... मद्यै मांसे मधुनि च, नवनीते तक्रतो बहिः ।
उत्पद्यन्ते विलीयन्ते सूक्ष्माश्च जन्तुराशयः ।।१।। અર્થ: મદ્યમાં, માંસમાં મધમાં અને છાશથી છૂટા પડેલા માખણમાં ક્ષણે ક્ષણે સૂક્ષ્મ જંતુનો સમૂહ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. =================^ ૧૯૩ Kekekekekekekekekekekekekek