________________
સમજાવ્યો, શીખવાડ્યો તે માતા-પિતા, ગુરુ-શિક્ષકને યાદ કરજો. તેમના મહા ઉપકારનાં ગુણગાનને યાદ કરી કહેજો, અમે તમારો ઉપકાર ક્યારેય ભૂલશું નહીં. કેટલું યાદ રહ્યું કે ભૂલ્યા એની મથામણમાં ના પડતા. કમાણી મોટી થઈ ગઈ તેનું ફળ આ કે આગામી ભવમાં મળશે જ.
ગૌતમસ્વામીને ભગવાને ત્રિપદી જ આપી હતી અને તેમાંથી ૧૪ પૂર્વની રચના કરી, ગણધર પદવી પામ્યા. જબરજસ્ત ક્ષયોપશમનો નમૂનો છે. અભ્યાસ કરવો, પઠન-પાઠન, ગુરુ ઉપાસના, ભક્તિ, બહુમાન કરવા, વીતરાગ દેવનું પૂજન, વીતરાગ વાણીનું શ્રવણ, સત્સંગ આદિથી મતિ નિર્મળ રહે છે. શ્રુતજ્ઞાનની આરાધના વિના કેવળજ્ઞાનની પરાકાષ્ઠા શક્ય નથી. ૫ ગાથા નવી કંઠસ્થ કરો તો ૧ ઉપવાસનું ફળ મળે.
જે ગુણ અને પર્યાયવાળું હોય તેને દ્રવ્ય કહેવાય. ગુણપર્યાય વત્ દ્રવ્ય...! જેમ સોનામાં ચમક, ભારેપણું, નરમપણું વગેરે ગુણો છે, તે જાત જાતનાં આકાર પામે તે તેનો પર્યાય કહેવાય અને સોનું દ્રવ્ય કહેવાય તેમ આત્મા દ્રવ્ય કહેવાય, તે જ્ઞાનમય છે, દ્રવ્યમય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, અગુરુલઘુપણું વગેરે તેના ગુણો છે. જાત જાતનાં શરીર ધારણ કરે તે પર્યાય છે. આત્મા જાત જાતની યોનિ, શરીર, સગપણ ધારણ કરે પણ આત્મા તરીકે એ તેમનું તેમ જ રહે. ભલે એ સામાન્ય જીવજંતુ કે પાંદડુંફૂલ જ થાય.
આ લોક ષડુ દ્રવ્યાત્મક સમજાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ છ દ્રવ્યો છે. જીવ અને જડ પર કાળનું પરિવર્તન ચોખ્ખું જણાય છે. બાળક જવાન થાય, જવાન પ્રૌઢ અને પ્રોઢ વૃદ્ધ અને વૃદ્ધ પણ કાળ મૃત્યુ પામે તેને કાળ કર્યો કહેવાય. મોટુંચહેરો સતત બદલાયા કરે છે, જોતાં આવડવું જોઈએ. આમલીના ઝાડમાં અસંખ્ય પાંદડાં છે, સરખા દેખાય છે પણ એકેય પાંદડું સરખું નથી. પુદ્ગલ ઘણું રંગીન છે. પુદ્ગલથી જીવ તરત મોહમાં પડે છે. Kakkkkkkkkkkkkkkkk ૧૦૫-kkkkkkkkkkkkkkkkkk