________________
નો viાં ગાબડું સો સવં ગાડું – જે એક આત્માને જાણી લે છે તે બધું જાણી લે છે. સમ્યકજ્ઞાન સંપાદન કરવાનું છે. ગ્રંથોમાં કહ્યું છે : રાત્રે શ્રાવક કુટુંબ સાથે બેસી ધર્મકથા-વાતો કરે. આનાથી તત્ત્વબુદ્ધિની પરિણતિ જાગે છે. દોરો સોયમાં પરોવવાથી સોય ખોવાય નહીં તેમ સૂત્રો કંઠસ્થ કર્યા હોય તો અર્થ ખોવાય નહીં. જીવન ભર્યું ભર્યું લાગે. સ્વયંની મહાનતા જાગે. શ્રદ્ધા સંપન્ન જ્ઞાન વિના અંધારું છે. અંધારું જોવાય આંખો જોઈએ. જ્ઞાનીઓનાં વચન દિવ્ય અંજન આંજે છે ને આપણી રોશની ફેલાય જાય
છે. વાસણને ગંદુ થવા ન દેવાય, નહીં તો તેમાં જે પડે તે બધું જ બગડી જાય. જ કર્મોનો ઉપશમ અને પછી ક્ષય થાય તે ક્ષયોપશમ. પાણીમાંનો કચરો
ફટકડીથી નીચે બેસે, પાણી નિર્મળ થાય તો તેમાં ઘણું જોવાય. ગુણીજનનાં ગુણ ગાઈને આપણી મતિ સુધારીએ તેથી કચરો બળી જશે અને મતિ સ્વચ્છ થશે.
જ્ઞાનીઓ પ્રત્યે અત્યંત આદર ભાવીએ. કુમારપાળ રાજા ૧૦૮ દેશનાં ધણી અને માથે કેટકેટલી જવાબદારી-મુશ્કેલી. છતાં જ્યાં સુધી ૨૦ પ્રકાશ, વીતરાગ સ્તોત્રના અને ૧૨ પ્રકાશ યોગશાસ્ત્રના એમ કુલ ૩૨નો સ્વાધ્યાય બોલી-ગણી ન લે, ત્યાં સુધી નવકારશીનું પચ્ચખાણ પારતા નહીં. સ્વાધ્યાયથી જ જબરજસ્ત ક્ષયોપશમ થાય, મતિ ઉત્તમ અને સતેજ થાય, અદ્ભૂત જ્ઞાન સંપદાની પ્રાપ્તિ થાય.
સ્થૂલિભદ્રજીની સાતે બહેનોનો ગજબનો ક્ષયોપશમ હતો. પ્રબલ, પ્રજ્ઞા અને પ્રગલ્ય પ્રતિભાશાળી બહેનો હતી. એક મહાભાગે ૬૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ભણવાનો એને રસ લાગ્યો. શ્રત અને શ્રુતદેવી સરસ્વતીની આરાધના કરી અને મહાપંડિત, તાર્કિક અને અજોડવાદી બન્યા અને આચાર્ય વૃદ્ધિવાદી તરીકે વિખ્યાત થયા.
પ્રતિક્રમણના સૂત્રો દ્વાદશાંગીનું મૂળ છે. સાપડા પર પ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક મૂકી ત્રણ પ્રદક્ષિણા અને ૫ ખમાસણા દઈ સામાયિક લેજો. પછી ધર્મ જેણે =================* ૧૦૪ -KNEF==============