________________
આપણે જે કંઈ જોઈએ છીએ તે મોટા ભાગે એકેન્દ્રિયના ક્લેવરો છે. ચૂનો, માટી, સિમેન્ટ, રત્નો, ખાણનું સોનું, ધાતુઓ, જમીનમાં થતાં કંદ, મૂળા, ગાજર વગેરે બધા જ ક્લેવરોરૂપ બને છે, જે જોઈએ છીએ. પૃથ્વી, પાણી, વનસ્પતિમાં આદિમાં વસતો જીવ કેટલાક કાળે ઊંચો આવે, ચાલતું-ફરતું તેને શરીર મળે, અનેક પર્યાયો બાદ માણસ બને. સમજણપૂર્વકનો પુરુષાર્થ કરી તે શુદ્ધબુદ્ધ સ્વચ્છ થાય ને સિદ્ધ પણ થાય, મુક્તિ પણ પામે.
નવતત્ત્વોની સમજ (સંક્ષિપ્ત) જીવે તે જીવ, જીવન વિનાનું જડ તે અજીવ. જે કરણીથી જગમાં સારાં ફળ સગવડ આદિ મળે તે પુણ્ય. જેના પરિણામે જીવને દુઃખ, શોક, સંતાપ, અભાવ વગેરે જાત જાતનાં દુઃખ ભોગવવા પડે તે પાપ. સારાં કે નકારા કાર્યોથી જે પુણ્ય કે પાપ જીવને લાગે તે આશ્રવ. જે ઉત્તમ (સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વ્રત-નિયમ વગેરે) કરણી કરવાથી કર્મો આવતાં રોકાય તે સંવર. ક્ષમા, સરળતા, તપ, જપ, આદિથી આત્મામાં ક્ષીર નીર થયેલા કર્મો ઝરે-ખરે તે નિર્જરા કહેવાય. જે કર્મ દૂધ અને પાણીની જેમ એકાકાર થાય તે કર્મબંધ કર્મના બંધનથી આત્મા સમૂળગો છૂટી જાય તે મોક્ષ અવસ્થા કહેવાય. મોક્ષ પામેલો જીવ છેલ્લું શરીર છોડીને સિદ્ધગતિ નામના અવિચલ-શાશ્વત ધામને પામે છે. ત્યાં દુઃખનાં અંશ વિનાનું પરમાનંદમય શાશ્વત સુખ-શુદ્ધ સ્વરૂપને પામે છે. પણ યાદ રહે, શ્રદ્ધા અતઃ સમકિત વિના કાંઈ જ નથી.
'तत्त्वार्थ श्रद्धानाम् सम्यग् दर्शनम्' “મા રુષ મા તુષ' નારાજ ન થા, રાજી પણ ન થા. રીઝ પણ નહીં, ખીજ પણ નહીં. બસ, આ સૂત્રને ગોખતાં ગોખતાં માસતુસ મુનિ કેવળજ્ઞાન પામી ગયા. સરળતા કામ આવી ગઈ. શ્રદ્ધાને તેમણે ક્યારેય શિથિલ ના થવા દીધી.
પરમાત્માનું જ્ઞાન તમને પહેલા જેવા રહેવા જ ન દે, તરત બદલી નાખશે. પ્રભુનું ફરમાન છે, ભલામણ છે કે, “શ્રાવકોએ અવશ્ય જિનવાણી-ગુરુવાણી સાંભળવી જ જોઈએ. ધર્મશ્રવણથી જ આત્મા જાગશે.”
સમ્યકત્વના ઘણાં પ્રકાર છે. તેમાંના ૧૦ પ્રકારો જણાવે છે.
=================* ૧૦૬ -KNEF==============