________________
૧. નિસર્ગ રુચિઃ સમકિત ભવાંતરથી સાથે આવેલું હોય, સ્વભાવ ગત તત્ત્વને
જાણે. ૨. ઉપદેશ રુચિ : ગુરુ ઉપદેશથી શ્રદ્ધા મેળવી હોય. ૩. આજ્ઞા રુચિ: પ્રભુની આજ્ઞાને સર્વસ્વ માને, અટલ શ્રદ્ધા હોય. પેથડશાહે
બધા આગમ સાંભળ્યા હતા. ૪. સૂત્ર રુચિઃ શ્રુત પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા, બધા આગમો ભણવાની તાલાવેલી.
ત્રિપદીમાંથી આગમ રચનારા. ૫. બીજ રુચિ ઃ પરિપક્વ પ્રજ્ઞાવાન હોય. સાંભળે-વાંચે બધું જ યાદ રહે. ૬. અભિગમ રુચિ : સૂત્રાર્થની તાલાવેલીવાળા.
વિસ્તાર રુચિ : સમસ્ત પર્યાયોને જાણવાની રુચિવાળા, સર્વ નયો જાણે. ૮. ક્રિયા રુચિઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સમિતિ-ગુપ્તિ આદિમાં ઉપયોગવાળા.
આવશ્યક ક્રિયામાં તત્પર. ૯. સંક્ષેપ રુચિ : ચિલાતી પુત્ર જેવા, થોડા પદમાં ગહન શ્રદ્ધા, ઊંડી સમજ
કેળવો. ૧૦. ધર્મ રુચિ ધર્મ જ આખરી સ્વરૂપ છે.
થોડામાં ઘણું જ
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૮મું એક સજ્જન, વિદ્વાન, પરોપકારી એવો રાજા હતો. દૂર દેશાંતરથી આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, રાજનીતિ તેમજ કામશાસ્ત્રના નિષ્ણાત ચાર પંડિતો પોતાના મહાન ગ્રંથો રચીને લઈને રાજાને એ અભૂત ગ્રંથ વાંચી સંભળાવવા નીકળ્યા. રાજા પાસે એવો અતિ દળદાર ગ્રંથો સાંભળવાનો સમય ન હતો. એટલે કહ્યું કે, પંડિતો, જે જોઈએ તે લઈ જાઓ. મારી પાસે આટલો બધો સમય નથી. પંડિતોએ કહ્યું, * ૧. શરીરશાસ્ત્ર : જમેલું હજમ ન થાય ત્યાં સુધી જમવું નહીં. ૨. ધર્મશાસ્ત્ર : જીવો પર દયા કરવી, દયાળુ થાવ. ૩. રાજનીતિ : રાજનીતિમાં કોઈનો વિશ્વાસ ના કરવો. ૪. કામશાસ્ત્ર : સ્ત્રી સાથે કઠોર વ્યવહાર ન કરવો. જેટલી મૃદુતા રાખીએ એટલી તે વશમાં રહે. એટલે કે સંસારમાં સુગંધ રહે. (વશમાં રાખવાનો હતું અહિં નથી, અન્યોઅન્ય સ્વરૂપે જોવાનું છે.) -ka-kkkkkkkkkkkkkkkk ૧૦૭ >kkkkkkkkkkkkkkkkk