________________
****
***
રાજન્! અમો કંઈ માગણ નથી, અમે વિદ્વતાની કદ૨ ઈચ્છીએ છીએ. રાજાએ કહ્યું, પંડિતો ! તમે જ વિચાર કરો. આટલાં મોટા ૪ ગ્રંથો ક્યારે પૂરા થાય. તમે એનો સાર સંભળાવી દો. બસ.
પંડિતોએ ૫૦,૦૦૦, ૨૫,૦૦૦, ૧૦,૦૦૦ કરતાં કરતાં ૧,૦૦૦ અને છેવટે ૧૦૦ શ્લોક સાર લઈ આવ્યા. રાજાએ કહ્યું, ફુરસદ નથી. પંડિતો સમજી ગયા. તેમણે ૪ લાખ સાહિત્ય શ્લોક પ્રમાણનો મર્મ ફક્ત એક જ શ્લોકમાં સમાવિષ્ટ કર્યો.
जीर्वो भोजनम् आत्रेयः कपील : प्राणिनां दया । बृहस्पती : अविश्वास:, पांचाल : स्त्रीषुम् अर्दवम् ।।
આત્રેય નામના આયુર્વેદના પારગામી ધનવંતરી જેવા પંડિતે કહ્યું, અમારા સકલ શાસ્ત્રનો મર્મ અને અર્થ છે કે, જમેલું હજમ ન થાય, ખાધેલું પચે નહીં ત્યાં સુધી જમવું નહીં. રાજા તો રાજી થઈ ગયો. શરીરશાસ્ત્રનું રહસ્ય એક પળમાં જાણી લીધું. પછી કપિલ નામના મહાન આચાર્યે કહ્યું, ધર્મને તેની બાબતોનો પાર નથી, રહસ્ય એટલું જ છે કે, સમસ્ત જીવો પર દયા કરવી, દયાળુ બનો. રાજા તો આનંદમાં આવી ગયો. તમે થોડામાં ઘણું શીખવાડ્યું.
ત્રીજા નીતિશાસ્ત્રનાં વિચક્ષણ પંડિતે કહ્યું, રાજનીતિ ખૂબજ અટપટી છે, દાવપેચથી ભરેલી ગહન બાબત છે. સાર એટલો જ કે, એમ ને એમ કોઈનો વિશ્વાસ ન કરવો. સગા મિત્ર કે બાપનો પણ નહીં. અને છેલ્લા પંડિતે કહ્યું, સ્ત્રીઓ સાથે ક્યારેય કઠોર વ્યવહાર ના કરવો. મૃદુતા રાખીએ તેટલી વશમાં રહે. રાજાએ ચારેય પંડિતોની ખૂબ કદર કરી અને શિરપાવ સાથે માનથી વિદાય કર્યા.
‘લેશ્યા’
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪મું
આપણી આંતરિક પરિણતિ, અંદરના ભાવો, અત્યંતર વૃત્તિ કર્મબંધમાં પૂર્ણ કામ કરે છે. અંતવૃત્તિને જૈન ગ્રંથો-આગમોમાં ‘લેશ્યા’ નામ અપાયું. વિશ્વના
****************** 902 ******************
-