________________
કોઈ ધર્મમાં કે ગ્રંથોમાં આત્માની અંતર્દશાનું આવું વર્ણન કશું જ નથી. ફક્ત જૈન ગ્રંથોમાં જ છે.
માણસ ઘણો સારો હોય, સારું સારું બોલતો હોય, દેખીતી રીતે ધર્મમય બની ગયો હોય છતાં એની અંતર્દશા ખૂબજ મલિન હોઈ શકે છે. સ્ફટિક જેવા આત્માને આ ભાવદશા તરત રંગી નાખે છે. માણસ બધું જ જાણે પણ જાણવાવાળાને ન જ જાણે તો તેણે શું જાણ્યું? જેણે સ્વયંને જાણ્યો તેણે બધું જ જાણ્યું.
જરાય વાંકુ પડે એટલે જરાક સ્વાર્થ ખાતર, નજીવા ફાયદા માટે, અહમ્ને પોષવા માટે, મામુલી લોભ-લાલચ-વાસના કે અભિમાનમાં આવી કોઈને કે આખાય સંઘને નુકસાન પહોંચાડવા-પીડવા સુદ્ધાં તૈયાર થનારાથી ચેતતા રહેજો. અનુમોદના વડે તમે ભાગીદાર થશો. અભણ-અણઘડ-ઉદ્ધત કે ઝુંપડપટ્ટીના આવારા લોકો જ જેવા સાથે તેવા થવાનું માની વ્યવહાર કરે. આપણે દેવતાઓને પણ મુશ્કેલ લાગે એવું કરવા અવતર્યા છીએ. ધર્મની ફજેતી કરીને જે નાચે તે પાપમય વ્યાપારમાં પાવરધો છે. અજ્ઞાનમાં રાચનારો છે. કૃષ્ણ-નીલ-કાપોત આ ત્રણ અશુભ લેશ્યાઓ છે. સાવધાન રહેજો.
મજબૂરી-લાચારીથી આપણે ઘણું સહન કર્યું છે. હવે પ્રભુએ કહ્યા પ્રમાણે પ્રભુના માર્ગે થોડું જ સહન કરવાનું છે. થોડી હિંમત અને ઘણી શ્રદ્ધા રાખવાની જરૂર છે. શ્રીપાળ રાજાનો આત્મા લગભગ શ્વેત હતો ત્યારે ધવલશેઠનો આત્મા એકદમ કાળા નાગ સમાન હતો. હા, નામ જ ધોળું હતું, ધવલ. કહે છે આવા સામે રાક્ષસ પણ હારી જાય. શ્રીપાળે બધું જ આપી ધર્મ બચાવ્યો. આપણે પણ બધું જ આપી, ધર્મ બચતો હોય તો બચાવી લેજોની સલાહ આપી છે. સ્વયંને બચાવી લેજો.
વીતરાગ અરિહંત અનંતજ્ઞાની મહાવીર પ્રભુ આપણને જીવનનાં રહસ્યો અને આત્માની દશા સમજાવી રહ્યાં છે. ઈર્ષાળુ અને કદાગ્રહી થઈને તમે શું મેળવવા માગો છો? બીજાનો વાંક કાઢવાનો અર્થ એટલો જ થાય છે કે, તમારામાં =================* ૧૦૯-KNEF==============