________________
આવડત ઓછી છે. જીદ કેમ કરો છો? સાચું સ્વીકારી લો. કોઈ કહે એ પહેલા કહી દો કે મારી ભૂલ હતી. ભૂલને કબૂલ કરનારો માણસ કંઈ નાનોસૂનો નથી. આપણે આવા વિચિત્ર લોકોની વચ્ચે વસીને પણ સ્વયંને સંભાળવાનો છે. સંસ્કારો અને મલિન દેવો પરભવમાં પણ સાથે આવે છે. અવતાર નવો હશે, કારનામા જૂના જ હશે.
તેજલેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ શુભ લેશ્યાઓ છે. ઉષાકાળમાં ગિરિરાજને (શત્રુંજય) ધ્યાનથી જોઈએ તો આખો પર્વત સફેદ સફેદ કપડાંવાળા સંતોથી-સાધુઓથી ભરેલો દેખાય !
લેશ્યા એટલે આપણા ઈરાદા. કેટલું જાણીએ છીએ, કેટલું કરીએ છીએ એ મહત્ત્વનું નથી પણ આપણાં ઈરાદા કેવા છે? એજ મહત્ત્વનું છે. તમે કેવા છો તે જાણી લો.
ભગવાન કહે છે : તમે માણસને ઓળખતા શીખજો. હલકા માણસથી સદા બચતા રહેજો. તેમનાથી તમને ક્યારેય ફાયદો નહીં થાય પણ તમારા આત્મધનને મોટો ફટકો લગાવશે. હસ્તરેખા ખોટી પડે પરંતુ વૃત્તિઓ માણસની એકદમ સાચી
ઓળખાણ કરાવે છે. વૃત્તિ સમજાય એટલી સમજજો અને દૂર રહેજો. તેની નિંદા પણ નહીં ને પંચાત પણ નહીં. સદાયે સાવધાન વૃત્તિ રાખવાની.
દૂર્યોધન કેવો સમર્થ હતો? સો સો ભાઈઓ હતા, એશ્વર્યનો પાર નહોતો પણ મગજમાં રાઈ ભરાઈ ગઈ. એમણે આખા કૌરવ વંશનો નાશ નોતર્યો. થોડું આપવાની ના પાડતો, બધું જ મૂકીને મરી ગયો. એમની બાજુમાં ઊભા રહેનારા દુઃખી દુઃખી થઈ ગયા. અનુમોદનાની અસર જૈન ધર્મમાં સહુથી સારી રીતે સમજાવી છે. ચેતતા રહીને કોની બાજુમાં ઊભા રહેવાય એની સાવધાની રાખતાં શીખજો. ધન-દોલત-ઐશ્વર્યના સ્વામી શેઠને, નોકરને ત્યાં નોકરી કરવાનો વારો પણ આવ્યો છે, તેના દ્રષ્ટાંતો છે. ખોટાને સારું કરવા આકાશ-પાતાળ એક કરવાનાં ફળ આવા જ આવે છે !