________________
જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યો (Scientific Secrets of Jainism) hiel
- મુનિશ્રી નંદિઘોષ વિજયજી પર્વતિથિઓમાં લીલોતરીનો ત્યાગ શા માટે ? જૈન ધર્મનું પાલન કરનાર ગૃહસ્થ દર મહિનાની ૧૨ પર્વતિથિ (૨ બીજ, ૨ પાંચમ, ૨ આઠમ, ૨ અગિયારસ, ૨ ચૌદસ, પુનમ અને અમાવસ્યા) અથવા
૫ પર્વતિથિ (સુદ પાંચમ, ૨ આઠમ, ૨ ચૌદસ) ચૈત્ર માસ અને આસો માસની સુદ ૭ થી પૂનમ (બે શાશ્વતી ઓળી) કાર્તિક, ફાગણ, અષાઠ માસની સુદ ૭ થી પૂનમ પર્યુષણાના આઠ દિવસોમાં જેનો લીલોતરી ખાતા નથી. સર્વજ્ઞ તીર્થકરોએ આગમ શાસ્ત્રમાં પર્વો આ પ્રમાણે કહ્યા છે.
મહાનિશિથ સૂત્ર પ્રમાણે પર્યુષણા, ત્રણ ચોમાસી અને બે શાશ્વતી અઠ્ઠાઈ, કુલ-૬ અઠ્ઠાઈ, મહિનામાં ૧૦ પર્વતિથિ ૨, ૫, ૮, ૧૧, ૧૪ સુદ અને વદની. જે દિવસોમાં મનુષ્ય પ્રાયઃ પરભવનું આયુષ્ય તથા શુભકર્મનો બંધ કરે છે. - લીલી વનસ્પતિ સચિત્ત હોવાથી ત્યાગ કરવાનો હોય છે. લીલા શાકભાજી દરેક પ્રકારના બધાં જ સજીવ હોય છે. લોટ, ચોખા, દાળ વગેરે સજીવ હોતા નથી. ઘઉં, જવ, મગ, મઠ, અડદ, ચણા, ચોળા, તુવેર વગેરે ધાન્ય અજીવ કે નિર્જીવ, પાક થયા પછી ધાન્ય સ્વયમેવ સમય થતાં નિર્જીવ બને છે.
જવ, ઘઉં, ડાંગર, જુવાર, બાજરી ધાન્ય કોઠીમાં નાખી, બરાબર ઢાંકી, છાણ લીપી બરાબર બંધ કરી દેવામાં આવે તો ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. આ જ પ્રમાણે સાચવીને રાખેલા તલ, મગ, મસુર, વટાણા, અડદ, ચોખા કાળથી પાંચ વર્ષ સજીવ રહે છે. અળસી, કપાસીયા, કંગ, કોદરા, શણ, સફેદ સરસવ સાત વર્ષ સજીવ રહે છે. આ ૩, ૫, ૭ વર્ષ ઉત્કૃષ્ટ સમય છે. =================K ૪૬ -KNEF==============