________________
સામાન્ય રીતે ધાન્યનો દાણો ૪૮ મિનિટ અંતમુહૂર્ત સમયમાં નિર્જીવ બની જાય છે. આ જ્ઞાની જ જાણી શકે છે.
ધાન્ય નિર્જીવ હોવાની શક્યતા ખૂબ વધુ હોવાથી લીલોતરી ત્યાગ હિંસાથી બચાવે છે. આમ કરવાથી આસક્તિ પણ ઓછી થાય છે.
કર્મવાદના નિયમ પ્રમાણે જે પદાર્થોમાં આસક્તિ થઈ જાય તેવા પદાર્થોમાં જન્મ લેવો પડે છે.
વિગઈ-મહાવિગઈ વિગઈ – પ્રાકૃત શબ્દ છે. સંસ્કૃત રૂપાતર — વિકૃતિ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર, તળેલું વગેરે. મહાવિગઈ – માખણ, મધ, મદ્ય, ઈંડા, માંસ, મચ્છી વગેરે. દૂધ ઃ ગાય, ભેંસ, બકરી, ઊંટડી, ઘેટીના દૂધનો ઉપયોગ જરૂર પૂરતો
જ કરવો અથવા ન કરવો. દૂધમાં ૮૦% કેસીન (પ્રોટીન) જે
સુપાચ્ય છે. દહીં : ૪ પ્રકારે. ગાય, ભેંસ, બકરી અને ઘેટીના દૂધમાંથી બને. ઊંટડીના
દૂધમાંથી દહીં બનતું નથી. દૂધ બગડી જાય અને ખટાશ આવી જાય તે જીવાણું ઉત્પન્ન થવાને કારણે. દહીં સાથે બગડેલા દૂધની સરખામણી કરવી અનુચિત જ છે.
દહીંમાં બેક્ટરીયા (જે દૂધમાંથી દહીં બનાવે છે) હોય છે, તે વિશિષ્ટ પ્રકારના હોય છે. આપણાં શરીરમાં પણ એવી જાતના જીવાણુઓ હોય છે, જે HCLની હાજરીમાં પણ મરતાં નથી. માટે દહીંનો જૈન શાસ્ત્રમાં નિષેધ નથી. વેજ્ઞાનિક દ્રષ્ટિએ બધા જ ખાદ્ય પદાર્થોમાં ઓછાવત્તા અંશે જીવાણું-કીટાણું અને બેક્ટરીયા હોય છે. તેનાથી દરેક ખાદ્ય પદાર્થ અભક્ષ્ય બનતો નથી.
આ દહીં બે રાત પસાર થયે અભક્ષ્ય બને છે. કારણ જીવોત્પત્તિની શક્યતા ખૂબ વધી જાય છે.