________________
ઘી : દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી
માખણ ૪૮ મિનિટ સુધી સચિત્ત અને ત્યારબાદ અચિત્ત. આવા
માખણનું બનાવેલ ઘી પાસુક-અચિત્ત છે માટે ભક્ષ્ય છે. તેલ : ૪ પ્રકારના તેલને વિગઈમાં ગણાવ્યા છે.
તલનું તેલ, અળસીનું તેલ, સરસવનું તેલ, કુસુમ્ભ નામના ઘાસનું
તેલ ગોળ-સાકર કામવાસના ઉત્તેજન કરનારા હોઈ શકે. કાચો ગોળ (નરમ
ગોળ) આ કક્ષામાં આવે છે. તળેલું પહેલા ત્રણ ઘાણમાં તળેલ વિગઈ ગણ્યા છે. ચાર, પાંચ, છ ઘાણમાં
તળેલ વિગઈ નથી. કંદમૂળ ઃ કંદમૂળ અનંતકાય વનસ્પતિ હોવાથી અભક્ષ્ય છે.
બટાકા, કાંદા, લસણ આદિ વનસ્પતિઓના પ્રત્યેક કોષમાં અનંત જીવરાશિ હોય છે. કારણ કે તે અનંતકાય છે. આદુ લીલું હોય ત્યારે અનંતકાય હોવાથી અભક્ષ્ય છે. સૂકાઈ જતાં તેમાં સ્વયં dehydration થાય છે.
જૈન દર્શન અને બે ભિન્ન વિચારો ૧. બ્રહ્મ સત્ જગ મિથ્થા સંસારના સર્વ સંબંધો મિથ્યા છે. કોઈ કોઈનું
નથી. એકલા આવ્યા, એકલા જ જવાનું છે. જૈન દર્શન પ્રમાણે આ વિચારધારા અનાસક્ત ભાવને પ્રેરણા આપે છે. અંત સમયે આ ભાવ કલ્યાણ કરી જાય છે. બાંધેલા સંબંધો મૃત્યુ બાદ પણ સાથે રહે છે. પૂર્વ ભવના સંબંધોથી વર્તમાનના સંબંધો બંધાય છે.
મરિચિ અને કપિલ : મહાવીર અને ગૌતમ ભવોભવ સાથે. ત્રિપૃષ્ઠ વાસુદેવ – શવ્યાપાલક : મહાવીર અને કાનમાં ખીલા
ત્રિપૃષ્ઠ અને સિંહ : મહાવીર અને ગૌતમનો શિષ્ય થવા માગતો ખેડૂત. =================K ૪૮ -KNEF==============