________________
જિત ગમતાં ૧ર અંગો અનંત કરૂણાસાગર, ગુણોના રત્નાકર, દર્શનના દિવાકર ભગવંતે જગતનાં જીવોનાં આત્મશ્રેય માટે દ્વાદશાંગી રૂપ વાણીની પ્રરૂપણા કરી.
તેમાં પહેલું અંગ: આચારાંગ સૂત્ર ૧૮,૦૦૦ પદ પ્રમાણ.
દરેક તીર્થકરોએ સૌ પ્રથમ આચારાંગનો ઉપદેશ આપ્યો છે. મહાવિદેહ ક્ષેત્રનાં વર્તમાન વિહરમાન તીર્થકરો પણ સર્વપ્રથમ આચારાંગ સૂત્રનો ઉપદેશ આપે છે.
મોક્ષના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા આચારની જરૂર છે. આ સૂત્રમાં એવા ગહન ભાવો ભર્યા છે જાણે ગાગરમાં સાગર. આચારાંગ અધ્યાત્મની અમૂલ્ય નીધિ છે. આ સૂત્રમાં સાધુના આચાર શું? તેમને કરવા જેવું શું? સંતોએ સતત જાગૃત રહેવા માટેનું આ પ્રથમ સૂત્ર ખૂબ જ શિક્ષામય છે. આ સૂત્ર માતા સમાન, જમણા પગ સમાન છે.
બીજુ અંગઃ સૂયગડાંગ સૂત્ર. આ સૂત્રમાં સાધુને શિક્ષા આપી છે. આ સૂત્ર ડાબા અંગ સમાન છે. એને પિતાની ઉપમા આપી છે.
જે સાધક આધાકર્મી આહારને ભોગવે છે તેની દશા વૈશાલિક માછલી જેવી થાય છે. ઢેક અને કંખ નામનાં પક્ષીઓ પાણીના પૂરમાં તણાઈ આવેલ વૈશાલિક માછલીને પોતાની તીક્ષ્ણ ચાંચ વડે વિંધી તેનું માંસ આરોગે છે. માછલી તરફડીયા મારતી ચીસો પાડી મરણને શરણ થાય છે.
આધાકમી આહાર : દોષિત આહાર ઢેક અને કંખ પક્ષીઓ : આહાર ખાવાથી બાંધેલા કર્મો માછલીને વીંધ : જીવને વિંધે છે. ત્રીજુ અંગ : ઠાણાંગ સૂત્ર. તે જમણી પીંડી સમાન છે. તેમાં ૧ થી ૧૦ બોલોનું વર્ણન આવે છે. ચોથું અંગ: સમવાયાંગ સૂત્ર. તે ડાબી પીંડી સમાન છે.
=====
==========k ૩૬ ૧ =================