________________
તારા વિના મારું જીવન અધૂરું તારા વિના, મારું જીવન અધૂરું તારા સંગાથમાં પૂરું ને મધુરું. તારા વિના.
તારી તાસીર છે, અતીતની બારી, ભીની સંવેદના, સ્પર્શે અતિ ભારી; દિલ ચાહે ભવોભવ, તારો સાથ કરું, તારા સંગાથમાં, પૂરું ને મધુરું. તારા વિના.
તું મળે, ધરતી ઉપર સ્વર્ગ ઉત્તરે, મનનાં આકાશે મેઘધનુષ પ્રસરે; તારા સંગાથે, “સિદ્ધશિલા' સર કરું, તારા સંગાથમાં, પૂરું ને મધુરું.
તારા વિના.
હંસ શમણાનો, સમર્પણની પાંખો, ઉર્જા “શ્રદ્ધાંધ'ની, તુજ ભીની આંખો; દ્રઢ છે વિશ્વાસ-દમ, પુરુષાર્થ કરું, તારા સંગાથમાં, પૂરું ને મધુરું. તારા વિના.
શ્રદ્ધાંધ”
=================K ૩૬૦ -KNEF==============