________________
દ્રવ્ય સંકોચ : પાંચ અંગને સંકોરી વિનયપૂર્વક નમન કરીએ તે. ભાવ સંકોચ : પાંચ ઈન્દ્રિયોને સંકોરી મન સાથે સમેટી અમનસ્ક ભાવ
કરીએ તે. પ્રથમના ૫ પદોમાં પરમેષ્ઠિને યાદ કરી વંદન કરાય છે. ચૂલિકાના ૪ પદોમાં પાપ પ્રણાશન અને મોક્ષમંગલ પ્રાપ્તિથી ભીંજાવું.
Contemplate to act as if the soul is taking a form of 5 Mahatman : Arihant, Siddh, Acharya, Upadhyay, Sadhu.
શબ્દાનુસંધાન બાદ અર્થાનુસંધાન, તત્ત્વોનુસંધાન અને સ્વરૂપાનુસંધાન વિચારવાથી પંચ પરમેષ્ઠિ તત્ત્વનો સ્પર્શ અનુભવાય છે.
નમામિ સવ જિહાણ, નમામિ સવ્ય જીવાણું. (ખમામિ : ક્ષમા માંગવી) બે મંત્રોથી ૪થા થી ૧૪માં ગુણસ્થાનક પરના સર્વ જીવોને નમસ્કાર થાય છે.
સ્વરૂપાનુસંધાન પરાકાષ્ઠા પર પહોંચાડે છે. અનાદિકાળથી જીવ દેહાધ્યાસમાં જીવે છે. દેહ સાથે એકતાની અનુભૂતિના પર્યાયમાં ભૂલથી ખોવાયેલો છે.
મારું એશ્વર્ય તો અકાય જીવનું છે. દેહાધ્યાસ છોડી આત્મધ્યાસ પામવાનો છે. આત્મા સાથે એક્ય કેળવવાનું છે. એની અનુભૂતિ, આત્માના અનંત ગુણો અને ચેત્યન્ય શક્તિરૂપ, પરમાત્મા સાથેનો અભિન્ન અનુભવ કરાવે છે.
“અહો આત્મન્ અહો આત્મન્ !” ભાવને પુષ્ટ કરતાં ઘાતકર્મો નષ્ટ થાય. સ્વરૂપનુસંધાનના અંતિમ તબક્કામાં હરિભદ્રસૂરિ મહારાજાએ બતાવેલ આરાધના ક્રમના ૫ સોપાન પ્રણિધાન પ્રવૃત્ત વિધ્વજય સિદ્ધિ વિનિયોગ થાય. “સવિ જીવ કરું શાસન રસી'નો ઉત્કૃષ્ટતમ પરાર્થભાવ, નિષ્કપ વિકાસની ટોચે મૂકે અને પરમાત્મા પદ પામે.
જિન શાસનનો સાર નવકાર છે, નવકારનો સાર સામાયિક છે. નવકારનાં પાંચ પરમેષ્ઠિને સામાયિક હોય છે.