________________
>>>>
***
૪૫ આગમો : ૧૨ અંગો + ૧૧ ઉપાંગો + ૬ છેદસૂત્રો + ૧૦ પયજ્ઞા + ૪ મૂળ સૂત્રો + ૨ અનુયોગ દ્વાર. છેદ સૂત્રોમાં ‘મહાનિશીથ’ સૂત્ર મુખ્ય છે. એમાં ૧૦ પૂર્વધ૨ વજસ્વામીએ (અંતિમ ૧૦ પૂર્વધ૨) નમસ્કાર મહામંત્રના અક્ષરદેહને ‘પંચમંગલ મહાશ્રુત સ્કંધ' તરીકે બિરદાવ્યો છે.
૧૪૪૪ ગ્રંથોના રચયિતા હરિભદ્રસૂરિજીએ ૧૫ નિર્જળા ઉપવાસ કરી શાસનદેવીને પ્રગટ કર્યા હતા. એમની કૃપાથી આચાર્ય મહારાજાએ નાશ થઈ ગયેલા નવકારના અધ્યયનો પુનઃ સ્થાપિત કર્યા હતા.
ભગવાને નવકાર સાથે અનુસંધાન (જોડાણ) ક૨વા કહ્યું છે. નવકારના ૬૮ અક્ષરો સાથે શબ્દાનુસંધાન આટલું પવિત્ર કેમ ગણાય છે ? ૫૨મ સ્તુતિવાદ રૂપ પંચ પરમેષ્ઠિ પદો પર પરમેષ્ઠિઓએ પણ આરાધના કરી છે, થઈ રહી છે અને થશે જ. આત્માનું જોડાણ ભાષ્ય, ઉપાંશુ અને માનસ જાપ દ્વારા કરી શકાય છે.
ભાષ્ય જાપ : બોલીને થાય તે. ૩૦૦ મીટર/સેકંડ આંદોલનો
ઉપાંશુ જાપ ઃ ગણગણાટ પૂર્વકનો જાપ. ૧૩,૫૦૦ મીટર/સેકંડ આંદોલનો માનસ જાપ : માનસિક ધારણામય જાપ. ૩ લાખ મીટર/સેકંડ આંદોલનો.
આંદોલનો સાધકની આસપાસ Circular Movement ધારણ કરી તેની કરોડરજ્જુમાંથી અંદ૨ પ્રવેશી ઔદારિક, તેજસ, કાર્યણ શરીરને ભેદી આત્મપ્રદેશો ૫૨ પહોંચે છે અને એની ઉર્જા કર્મોનો ક્ષય કરે છે. આ વૈજ્ઞાનિક સત્ય ગણાય છે. નવકારથી કર્મક્ષયમાં સહાય થાય છે. ઉર્જા તેજસમાંથી કાર્યણ શરીરમાં પ્રવેશી કર્મક્ષય કરાવે છે. આને કારણે તપ નિર્જરા સ્વરૂપ ગણાય છે.
શબ્દાનુસંધાનનું ઉદાહરણ : દેવ, આયુષ્ય પૂરું થતાં વાનર, દેવપણાના છેલ્લા દિવસોમાં નવકા૨ના અક્ષરો જંગલની શીલાઓ પર કોતરાવી દેહાંત થતાં વાનર, ઉહાપોહ-જાતિસ્મરણ જ્ઞાન, નવકારના અક્ષરોમાં વાનર મગ્ન થયો. અનશન કર્યું, રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો, વાલી નામે પૂજનીય થયો.
‘નમો અરિહંતાણં’ પદમાં ‘નમો’નો અર્થ દ્રવ્ય સંકોચ અને ભાવ સંકોચ છે. ****************** 22 ******************