________________
>>>>
નિગોદ-મુક્તિ..
(રાગ: રાખનાં રમકડાં ને...)
વાસનાની વાટમાં વિચારોનાં વિકાર છે, વાતો કરીએ ડાહી ડાહી, શૂન્ય સમો આચાર છે... વિષયોની સંતાકૂકડી રમવામાં મનડું મ્હાલે, સ્નેહ, કામ, દૃષ્ટિની રાગ ત્રિકે જીવ નાચે તાલે રે...
દેહ અને આત્માનાં મિલન માથે કર્મોનાં પડળ છવાયાં (૨)
ભવો અનંતા વિત્યાં, અવિરતિનાં રંગે રંગાયા રે...
‘અરિ’
ક્યાંથી આવ્યો, ક્યાં છે જવાનો,
વાસનાની...
દસ દૃષ્ટાંતે દુર્લભ માનવ-ભવને સાર્થક કરીએ,
પદ નિર્વાણને પામી, ૠણ નિગોદ મુક્તિનું ભરીએ રે... વાસનાની...
ખબર નથી કંઈ આ જીવની
વાસનાની...
એ ય ખબર નથી હું કોણ છું ?
ચિંતા ધ૨જે એક ‘શિવ’ની. જ્ઞાની કહે છે, એકલો આવ્યો, એકલો તું છે જવાનો માનવ જન્મ છે, મમતા અને આસક્તિ અરિ હણવાનો વીતરાગ પ્રણિત બાર ભાવના, જીવની સંજીવની.
વાસનાની...
ક્યાંથી...
ક્યાંથી...
‘સવ્વ જીવા કમ્મ વસ’ના મંત્રે દ્વેષ સહુ ટળશે બાર ભાવનાનાં ચિંતનથી, રાગ બધો યે ગળશે ‘શ્રદ્ધાંધ’ ચહે અરિહંત આશિષ મળજો ‘અરિ’થી મુક્તિ. ****************** 829 ******************
ક્યાંથી...