________________
વ્યાખ્યાઓ
મોક્ષનું સ્વરૂપ સમજીએ : મોક્ષનું સ્વરૂપ જાણવા માટે સંસારનું સ્વરૂપ જાણવું પડે, સમજવું પડે.
અવ્યાબાધ સુખ ઃ મન, વચન, કાયાની પીડા રહિતની સ્થિતિ. ‘વ્યાબાધ' એટલે સંસારમાં જેને દુ:ખ સમજીએ છીએ તે બધા જ દુઃખો સહિતની સ્થિતિ.
મિથ્યાત્વ : જયાં ભવાભિનંદીપણું તથા કદાગ્રહ વડે મનમાં વિપરીત શ્રદ્ધા પ્રગટ થતી રહે. તત્ત્વોની અશ્રદ્ધા તે મિથ્યાત્વ.
તત્ત્વ : મોક્ષનો સહજ રુચિભાવ જેનાથી ઉદ્ભવતો રહે તે જેનું ચિંતન સકામ નિર્જરા કરાવે તે.
અપુનર્બંધક અવસ્થા :
તાત્ત્વિક વૈરાગ્ય તથા સત્ય શોધકતાના ગુણોથી પ્રગટ થતી જીવની સ્થિતિ. જે સ્થિતિ પ્રાપ્ત થતાં ‘મુક્તિનો અદ્વેષ’ ગુણ પ્રગટે તે અવસ્થા. મુક્તિ માટેની પ્રાથમિક યોગ્યતા.
મોહનીય આદિ કર્મોની ઉ. સ્થિતિ ફરી ન બાંધનારો જીવ આ અવસ્થામાં ગણાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મબંધ મૂળમાંથી નષ્ટ પમાડનારી અવસ્થા. આ અવસ્થા વગ૨ અધ્યાત્મનો એકડોય મંડાયો ના કહેવાય. કારણ હજુ ‘મુક્તિનો દ્વેષ’ છે.
—
ચરમ યથા પ્રવૃત્તિકરણ : યથા : સહેજે, પ્રવૃત્ત : આવેલો, કરણ : અધ્યાવસાય. અપુનર્બંધક અવસ્થા પામ્યા બાદ જયારે જીવ ૧ કો.કો.સા.થી ન્યૂન કર્મબંધની યોગ્યતાએ પહોંચે અને સ્થિતિબંધની લાયકાત તોડી નાંખે તે.
ચરમ યથા પ્રવૃત્તિકરણ એટલે અપૂર્વકરણ. સંસારમાં રહી સમકિત પામે કે ના પામે પણ કદીયે ૧ કો.કો.સા.થી વધુ સ્થિતિ ના બાંધે.
ઊંચામાં ઊંચુ સંસારી સુખ, દુઃખરૂપ લાગે. ચક્રવર્તી આ જ કારણે વૈરાગી બની જાય છે.
****************** 822 ******************