________________
તત્ત્વોનો દ્વેષી : ભૌતિક સુખમાં એકાંતે સુખ માનનારો જીવ. મોક્ષની ભૂમિકામાં કૃત્રિમ રાગવાળો જીવ.
લયોપશમ ભાવઃ જે ભાવ વડે આત્માના ગુણોનું સંવેદન થાય તે.
ઓદાયિક ભાવઃ જે ભાવ વડે સંસારમાં સુખોનું સંવેદન થાય છે. ઊંઘ, નશો, સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દ.
ગુણસ્થાનકઃ પુદ્ગલમાં સુખ નથી, આત્મામાં સુખ છે. - આવો અનુભવપૂર્વકનો નિર્ણય કરાવનારી અવસ્થા. - સકામ-નિર્જરા કરાવનારી અવસ્થા. - પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ સાધે તે અવસ્થા.
સંપૂર્ણ અહિંસા : સિદ્ધ દશામાં રહેલા જીવની શક્તિ જે સઘળાં જીવોને અભયદાન આપે છે. કોઈપણ જડ વસ્તુ વર્તમાનમાં દેખાય છે તે ભૂતકાળના કોઈક જીવનું કલેવર છે!
સત્યઃ કુદરતના હિતકારી નીતિ-નિયમોને અનુસરવું તેનું નામ સત્ય. પુદ્ગલને પોતાના ગણવા (દહ) તે અસત્ય, વચન અને કાયાથી કેવળજ્ઞાનીને પણ હોય છે.
ચરમાવર્ત કાળઃ જે સમયમાં ગુણનો અદ્વેષ વર્તે.
પહેલું ગુણસ્થાનઃ જે દશામાં જીવનો તાત્ત્વિક પ્રવેશ થાય. અપુનબંધક અવસ્થા, યોગની પ્રથમ ભૂમિકા, મુક્તિનો અદ્વેષ આવે.
૧. અપૂર્વ પ્રાપ્તિનો આનંદ, ૨. ક્રિયા માર્ગમાં સૂક્ષ્મ આલોચના, ૩. ભવનો તીવ્ર ભય, ૪. વિધિનું તાત્ત્વિક બહુમાન.
મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા : ચરમ યથા પ્રવૃત્તિકરણના ભાવ. મુક્તિની તાત્વિક ઈચ્છાઃ બોધિબીજની પ્રાપ્તિ, પ્રથમ યોગદષ્ટિ. તત્ત્વનું અજ્ઞાન : મોહનું શરીર જેની કરોડરજ્જુ ૧૮ પાપ સ્થાનકો છે.
તત્ત્વનું જ્ઞાનઃ ચારિત્ર ધર્મનું શરીર તત્ત્વજ્ઞાન વિના સંસારમાંથી છૂટાય નહીં ===== ==========K ૪૨૩ ----------------- *