________________
*******
***
સ્થિતપ્રજ્ઞ ઃ અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં સમભાવે રહેવું તે. પ્રથમ તત્ત્વનો નિર્ણય પછી તત્ત્વનો પક્ષપાત એ જ સમ્યક્દર્શન, ત્યારબાદ હેય-ઉપાદેયનું સેવન. માધ્યસ્થ ભાવ : રાગ-દ્વેષ વિનાનો ભાવ.
ઓઘદૃષ્ટિ ઃ પરભાવ દશા, પુદ્ગલના સુખની ઘેલછા, અનંત જન્મ-મરણ. યોગદૃષ્ટિ : સ્વભાવ દશા, ગુણોના સુખની ઘેલછા, શૈલેશી અવસ્થા, મોક્ષ. મિથ્યાત્વી જીવ : મિત્રા (તૃણ), તારા (ગોયમ), બલા (કાષ્ઠ), દિપ્તા (દીપ) દૃષ્ટિવાળો જીવ.
ઔદાસિન્ય ઃ રાગ-દ્વેષ રહિતપણું, માધ્યસ્થ ભાવ.
:
સમકિતી જીવ : પાંચમી દૃષ્ટિ-સ્થિરાદૃષ્ટિ, ચોથા ગુણસ્થાનવાળો જીવ. ભૌતિક અનુકૂળતા : ઘાતી કર્મોનો ક્ષયોપશમ અને શુભ અઘાતી કર્મોનો ઉદય. ભૌતિક પ્રતિકૂળતા : ઘાતી કર્મોનો ઉદય અને અઘાતી અશુભ કર્મોનો ઉદય. નવ તત્ત્વો : : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. જૈન દર્શનના બંધારણનો મૂળ પાયો સંક્ષેપમાં સમજવા માટે નવ તત્ત્વો ઘણા
જ ઉપયોગી છે. આ સમજ્યા બાદ જીવનમાં ઉપયોગી યોગ્ય માર્ગો સમજાય છે. આ નવ તત્ત્વો જ જગતના સત્ય તત્ત્વો તરીકે, જીવનના ઉત્કર્ષ માટે ખરેખરા માર્ગદર્શક તરીકે છે. આમ, નવ તત્ત્વો બંને ગુણો ધરાવે છે.
܀
(૧) જગતનું સ્વરૂપ અને (૨) જીવન માર્ગ. માટે જ તેને તત્ત્વો કહેવામાં આવ્યા છે. નવ તત્ત્વો મહત્ત્વની વસ્તુ છે. એવી સ્પષ્ટ કે અસ્પષ્ટ સમજવાળી શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું. સમ્યક્ત્વના સ્પર્શ પછી જીવ કર્તવ્ય તરફ અભિમુખ થવાથી થોડા વખતમાં મોક્ષના સુખ સુધી પહોંચી જાય છે.
܀
સંવર તત્ત્વ : समइ गुत्ती परिसह, जई धम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस बार-पांच भेrहिं सगवन्ना ।।
નૈધો : યતિધર્મ, પળ : પાંચ ભેદ, મેěિ : એ ભેદો વડે, સવન્ના : સત્તાવન (ભેદ).
****************** 828 ******************