________________
આવતા કર્મનું રોકાણ તે સંવર.
સમ્ ઃ સમ્યક્ પ્રકારે, ઉપપોગ-યત્નપૂર્વક. ઈતિ : ગતિ, ચેષ્ટા. *ગુખતે ઃ રક્ષણ થાય તે, સંસારમાં પડતાં પ્રાણીનું રક્ષણ તે ગુપ્તિ. સહ : સહન કરવું.
પરિ : સર્વ બાજુથી સમ્યક્ પ્રકારે. ઉપસર્ગ આવે ત્યારે ચલાયમાન ના કરવી. યતિધર્મ : મોક્ષ માર્ગમાં જે યત્ન કરે તે યતિ, તેનો ધર્મ તે યતિધર્મ.
܀
܀
*
*
*
*
ભાવના : મોક્ષમાર્ગ પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય તેવું ચિંતન.
ચય : આઠ કર્મનો સંચય, સંગ્રહ.
રિત્ત : રિક્ત (ખાલી) કરે તે ચારિત્ર.
સાવધ યોગ : દોષ સહિતનો વ્યાપાર.
નિર્વધ ઃ દોષ રહિતનો વ્યાપાર.
સમિતિ-ગુપ્તિ ઃ સમયક્ પ્રકારે ઉપયોગપૂર્વક જે પ્રવૃત્તિ થાય તે સમિતિ અને સમ્યક્ પ્રકારે ઉપયોગપૂર્વક જે નિવૃત્તિ તથા પ્રવૃત્તિ તે ગુપ્તિ.
* મનોગુપ્તિ : સાવદ્ય માર્ગના વિચારમાંથી રોકવું અને મનને સમ્યક્ વિચારમાં પ્રર્વતાવવું તે મનોગુપ્તિ.
આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાંથી રોકવું. ધર્મધ્યાન, શુકલધ્યાનમાં પ્રવર્તાવવું. કેવલી ભગવંતને સર્વથા મનોયોગ નિરોધ થાય છે. તે યોગ નિરોધરૂપ મનોગુપ્તિ, ઉત્કૃષ્ટ પ્રકાર.
વચનગુપ્તિ ઃ ત્યાગપૂર્વક મોનપણું, મુહપત્તી રાખી બોલવું.
::
ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં તફાવત :
વચનગુપ્તિ ઃ સર્વથા વચનનિરોધ રૂપ અને નિરવદ્ય વચન બોલવારૂપ એક જ પ્રકારની. ભાષા સમિતિ : નિરવદ્ય વચન બોલવારૂપ એક જ પ્રકારની. કાયગુપ્તિ : કાયાને સાવદ્ય માર્ગમાં રોકવી, નિરવદ્ય ક્રિયામાં જોડવી તથા ઉપસર્ગ આવે ત્યારે ચલાયમાન ન કરવી.
****************** 82u ******************